Surat સુરત જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ: તમામ શાળાઓમાં અચાનક બેગ ચેકિંગ, સુરક્ષા માટે શિસ્ત સમિતિ ફરજિયાત
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટનાને પગલે સુરતમાં કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ પ્રમાણે હવે સુરતની તમામ શાળાઓમાં અચાનક બેગ ચેકિંગ કરવામાં આવશે.
તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે હવે દરેક શાળામાં શિસ્ત સમિતિ રચવી ફરજિયાત બનાવવામાં આવી છે. પ્રિન્સિપાલ, શિક્ષક અને મોનિટર/જીએસ સમિતિમાં સામેલ રહેશે. શાળા કેમ્પસ અને મેદાનોમાં સલામતી પર રાખવાની રહેશે.
સુરતનાાં જિલ્લા શિક્ષાણાધિકારીની ગાઈડલાઈન
વિદ્યાર્થીઓની બેગ અને વાહનોની અચાનક તપાસ થશે
વાલીઓને પણ નિયમિત ચેકિંગની સૂચના
શિક્ષક ગેરહાજર હોય તો વિદ્યાર્થીઓને એકલા નહીં છોડી શકાય
કાઉન્સેલિંગ બાદ સુધારો ન થાય તો કડક કાર્યવાહી થશે
વિદ્યાર્થી પાસેથી તિક્ષ્ણ હથિયાર મળ્યે વાલીની હાજરીમાં કાઉન્સેલિંગ
જરૂર પડે તો સસ્પેન્શન કે શાળામાંથી ડિસમિસ પણ થશે
પ્રિન્સિપાલ-શિક્ષકોની ફરજ વિદ્યાર્થીઓને સલામત વાતાવરણ આપવાની
કોઈપણ અસામાન્ય ઘટનાનો તરત જ રિપોર્ટ કચેરીમાં કરવો પડશે
સુરતમાં અમદાવાદ જેવી દુર્ઘટના ન બને તે માટે કડક પગલાં ભરાવામાં આવ્યા છે. અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના નજીવા ઝઘડામાં એક વિદ્યાર્થીઓ જીવ ગુમાવ્યો હતો અને સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી,