અનુસૂચિત જાતિના છાત્રોને વિદેશ અભ્યાસ માટે અપાતી રૂ.૧૫ લાખની લોન
રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના છાત્રોને વિદેશ અભ્યાસ માટે રૂ.૧૫ લાખ તથા કોમર્શિયલ પાઈલટની તાલીમ મેળવવા માટે રૂ.૧૫ લાખની લોન આપવામાં આવે છે. રકમ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં લોન પરત ચૂકવવાની હોય છે. જે અંતર્ગત કચ્છનાં ૬ છાત્રોએ લોનના હપ્તા નહીં ભરતાં સરકારને કુલ રૂ.૯૦ લાખનું નુકસાન થયું હતું.
વિદેશ અભ્યાસ માટે લોન મેળવનાર છાત્રોની સંખ્યા
વર્ષ તાલુકો લાભાર્થી
૨૦૧૨-૧૩ માંડવી ৭
૨૦૧૬-૧૭ ભુજ ৭
૨૦૧૬-૧૭ ગાંધીધામ ૧
૨૦૧૮-૧૯ ભુજ ૨
૨૦૨૧-૨૨ ગાંધીધામ ૧
અભ્યાસ પૂર્ણ થતાં 6 માસ પછી લોનના હપ્તાની ચુકવણી કરવાની હોય
આ અંગે સમાજ કલ્યાણ કચેરી (અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ), ભુજમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અનુસૂચિત જાતિના છાત્રોને આ વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ માટે રૂ.૧૫ લાખની લોન ૪ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. જે લોનની રકમ મળી ગયા બાદ વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરી લે તેના છ માસ પછી લોનના હપ્તા ભરવાનું શરૂ કરવાના હોય છે.
કચ્છના ૫ છાત્રો કે જેમણે વિદેશ અભ્યાસ માટે રૂ.૧૫ લાખ મળીને કુલ રૂ. ૭૫ લાખની લોન મેળવી હતી, જ્યારે કોમર્શિયલ પાઈલટની તાલીમ મેળવવા માટે એક છાત્રએ વર્ષ ૨૦૦૭-૦૮માં રૂ.૧૫ લાખની લોન મેળવી હતી. આ તમામ છાત્રોનો લોનનો એકપણ હપ્તો ભર્યો નથી.
તમામ લોનધારકોને 10 કરતાં પણ વધુ વાર નોટિસો અપાઈ છતાં નાણાંની ભરપાઈ નહીં
લોન મેળવનાર તમામ વિધાર્થીઓ તથા તેમના વાલીઓને અંદાજિત ૧૦થી વધુ વાર વખત નોટિસો આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ જવાબ અપાયો નથી. નાયબ નિયામક વી.એમ.રોહિતે જણાવ્યું હતું કે, કચ્છના છ જેટલા છાત્રોએ લોન મેળવ્યા બાદ હજુ સુધી એકપણ હપ્તો ભર્યો નથી. તમામને ૧૦ વાર નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં પણ હપ્તા ભર્યા નથી.
નોટિસ આપવાથી વિશેષ લોનના બાકીદારો સામે કોઈ કાર્યવાહી કરવાની સ્થાનિકે સત્તા નથી
અભ્યાસ પૂર્ણ થાય કેમ 6 માસ પછી તેના હપ્તાની ચુકવણી શરુ થઈ જતી હોય છે પરંતુ આ યોજનામાં લોનના બાકીદારોને સ્થાનિક કક્ષાએથી માત્ર નોટિસ જ આપી શકાય છે તેનાથી વિશેષ કોઈ જ કાર્યવાહી કરવાની સત્તા અધિકારી પાસે નહીં હોવાથી લોન લેનાર લોકો હપ્તા ભરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.