અધિકારીઓ હટાવવાની ટ્રમ્પની સત્તા વધી, પણ ફેડરલ રિઝર્વ સુરક્ષિત: ગવર્નર લીસા કૂકની નોકરી કોર્ટે બચાવી

3 Min Read

અમેરિકી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અધિકારીઓને હટાવવાની ટ્રમ્પની સત્તા વધી, પરંતુ ફેડ ગવર્નર લિસા કૂકને મળ્યું રક્ષણ

યુએસ સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહીવટી સત્તાઓને વધુ મજબૂત કરતો એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે રાષ્ટ્રપતિને સ્વતંત્ર સરકારી એજન્સીઓના સભ્યોને પદ પરથી હટાવવાનો વ્યાપક અધિકાર આપ્યો છે. જો કે, એક મોટા કાયદાકીય વળાંકમાં, કોર્ટે અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કૂકને બરતરફ કરવાના ટ્રમ્પના પ્રયાસ પર રોક લગાવીને ફેડની સ્વાયત્તતાનું રક્ષણ કર્યું છે.

૬-૩ ના ચુકાદાથી ટ્રમ્પની સત્તા મજબૂત થઈ

સુપ્રીમ કોર્ટની રૂઢિચુસ્ત (Conservative) બહુમતીએ ૬-૩ ના પ્રચંડ મતથી ડેમોક્રેટિક ફેડરલ ટ્રેડ કમિશનર રેબેકા સ્લોટર દ્વારા કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો કે, રાષ્ટ્રપતિ પાસે “રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ કરતા કોઈ પણ ગૌણ અધિકારીઓ” ને કાઢી મૂકવાની સંપૂર્ણ સત્તા છે.

- Advertisement -

lisa0

આ નિર્ણયના અમેરિકી વહીવટીતંત્ર પર વ્યાપક પરિણામો આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ લાંબા સમયથી સરકારી તંત્રનું પુનર્ગઠન કરવા અને મુખ્ય હોદ્દાઓ પર પોતાના રાજકીય સાથીઓને બેસાડવા માટે એક્ઝિક્યુટિવ સત્તાઓનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને હવે કાનૂની લીલી ઝંડી મળી ગઈ છે.

- Advertisement -

ટ્રમ્પે આ ચુકાદાને આવકારતા સોશિયલ મીડિયા પર લખ્યું, “આ નિર્ણય યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિઓ દ્વારા ૧૯૩૦ના દાયકાથી માંગવામાં આવી રહ્યો હતો. રાષ્ટ્રપતિની સત્તાના સંદર્ભમાં આ ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ ચુકાદાઓમાંથી એક છે.”

ફેડ ગવર્નર લિસા કૂકનો બચાવ અને ૫-૪ નો વિભાજિત ચુકાદો

બીજી તરફ, ફેડરલ રિઝર્વના ગવર્નર લિસા કૂક સાથે સંકળાયેલા અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે ૫-૪ ના પાતળી બહુમતીવાળા ચુકાદામાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ પાસે ફેડરલ રિઝર્વના ગવર્નરોને હટાવવાની સત્તા ચોક્કસ છે, પરંતુ તેઓ “કોઈ પણ યોગ્ય કારણ વગર કે મનસ્વી રીતે” આમ કરી શકતા નથી.

અમેરિકી સેન્ટ્રલ બેંક દેશની નાણાકીય નીતિઓ ઘડતી એક બિન-પક્ષપાતી સંસ્થા છે. કોર્ટે ફેડની સ્વતંત્રતા પર ભાર મૂકતા કહ્યું, “માત્ર સ્વતંત્રતા હોવી જ પૂરતી નથી, પરંતુ તે સ્વતંત્ર દેખાવવી પણ જોઈએ, જે ફેડરલ રિઝર્વના માળખાની ચાવી છે.” અદાલતે નોંધ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કૂકને કાયદાકીય રીતે મળવાપાત્ર પ્રક્રિયાગત રક્ષણ (Procedural Protection) આપવામાં નિષ્ફળ રહ્યા હતા, તેથી તેમની બરતરફી ગેરકાનૂની ઠરે છે.

- Advertisement -

lisa

“રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રહેશે સેન્ટ્રલ બેંક” લિસા કૂક

પોતાની સત્તા સુરક્ષિત રહ્યા બાદ લિસા કૂકે આ ઐતિહાસિક ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમણે એક નિવેદનમાં જણાવ્યું, “આજનો ચુકાદો એ સિદ્ધાંતને મજબૂત કરે છે જે પેઢીઓથી આપણા મજબૂત આર્થિક સંચાલનનો આધાર રહ્યો છે. ફેડરલ રિઝર્વે તેના તમામ નીતિગત નિર્ણયો કોઈ પણ રાજકીય હસ્તક્ષેપ વગર, માત્ર પુરાવા અને સ્વતંત્ર મૂલ્યાંકનના આધારે જ લેવા જોઈએ.”

Share This Article