Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું: “ચૂંટણી પંચની પદ્ધતિ ખોટી સાબિત કરો!

Satya Day
2 Min Read

Supreme Court સુપ્રીમ કોર્ટમાં બિહાર મતદાર યાદી કેસ: ‘ચૂંટણી પંચની પદ્ધતિ ખોટી છે’ તે સાબિત કરો – ન્યાયાલયની સ્પષ્ટ ચેતવણી

Supreme Court બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની ચકાસણી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. ચૂંટણી પંચે ઘર જઈને મતદાર યાદી સુધારવાનો નિર્ણય લીધો છે, જેને લઈને વિપક્ષી પક્ષોએ આંદોલન અને કાયદાકીય પડકારો ઊભા કર્યા છે.

કોંગ્રેસ, આરજેડી, ટીએમસી, સીપીઆઈએમ, એનસીપી, અને અન્ય 9 વિપક્ષી પક્ષોએ દલીલ કરી કે ચૂંટણી પંચની પદ્ધતિ ગરીબો, મહિલાઓ અને નબળા વર્ગના લોકો માટે ભેદભાવરૂપ છે અને તેમને યાદીમાંથી કાઢી મૂકવાનો ખતરો છે.

  • બિહારમાં ચૂંટણી પંચ દ્રારા શરૂ કરાયેલ મતદાર યાદી ચકાસણીની કાર્યવાહી સામે વિપક્ષી પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
  • 9 વિપક્ષી પક્ષોએ દલીલ કરી કે આ પ્રક્રિયા ગરીબો અને નબળા વર્ગના લોકોના નામ યાદીમાંથી દૂર કરવા માટેના ષડયંત્ર રૂપ છે.
  • ચૂંટણી પંચ દ્રારા દલીલ કરવામાં આવી કે માત્ર યોગ્ય ભારતીય નાગરિકોને જ મતદાનનો અધિકાર હોવો જોઈએ અને આ ચકાસણી ગેરકાયદેસર ઘૂસણખોરોને દૂર કરવા માટે જરૂરી છે.Supreme Court.1.jpg
  • સુપ્રીમ કોર્ટનું કહું કે: “આપે સાબિત કરવું પડશે કે ચૂંટણી પંચની પ્રક્રિયા બંધારણીય રીતે ખોટી છે.”
  • કોર્ટે જણાવ્યું કે માત્ર કમિશનની પદ્ધતિને પડકારવામાં આવી રહ્યો છે, અધિકારક્ષેત્રને નહીં.
  • હવે આખા દેશમાં આવનારી મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા માટે આ કેસ નમૂનાદાર બની શકે છે.Supreme Court.11.jpg

આ કેસની સુનાવણી હવે દેશભરમાં મતદાર યાદી ચકાસણીના ભવિષ્યને અસર કરી શકે છે. વિપક્ષ આને ‘લોકશાહી પર હુમલો’ માને છે તો સરકાર અને ચૂંટણી પંચ આને ‘ચોકસાઈ માટેનો પગલું’ ગણાવે છે.

 

Share This Article