‘તમે આ પદ પર બેસવા લાયક નથી!’ સુપ્રીમ કોર્ટમાં વકીલે CJI સામે જ કરી દીધી બેઆબરૂ!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

CJI સૂર્યકાંત સામે વકીલનો આકરો હુમલો! કોર્ટરૂમમાં બોલાચાલી બાદ સુરક્ષાકર્મીઓ બોલાવાયા

દેશની સર્વોચ્ચ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટમાં એક અણધારી ઘટના બની છે, જેને લઈને કાનૂની જગતમાં ભારે ચર્ચા જાગી છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજીના મામલે અચાનક થયેલી દલીલબાજી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્ય કાંત અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વધી ગઈ કે તે વકીલે સીધા જ ચીફ જસ્ટિસની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી દીધા અને તેમને તાત્કાલિક પોતાનું પદ છોડી દેવાની માંગ કરી બેઠા. આ ઘટના બાદ કોર્ટરૂમમાં થોડા સમય માટે અફરાતફરી જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે CJI સૂર્ય કાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચ મોટર અકસ્માતના વળતરના કેસોની સુનાવણી કરી રહી હતી. તે જ સમયે એક વકીલે અચાનક પોતાની અરજીનો મુદ્દો ઉઠાવ્યો અને દાવો કર્યો કે ૨ નવેમ્બરે દાખલ કરવામાં આવેલી આ અરજી અંગે તેમણે CJI ની ઓફિસને જાણ કરવા છતાં હજુ સુધી તેને લિસ્ટ કરવામાં આવી નથી.

- Advertisement -

CJI Surya Kant.jpg

અનિયમિત રજૂઆત સામે બેન્ચે વાંધો ઉઠાવ્યો

કોર્ટની પૂર્વ મંજૂરી કે નિયત પ્રક્રિયા વગર અચાનક વચ્ચેથી જ મામલો ઉઠાવવા પર બેન્ચે સખત વાંધો લીધો હતો. બેન્ચે વકીલને સલાહ આપી કે વહેલી તકે કેસનું લિસ્ટિંગ કરાવવા માટે તેમણે રજિસ્ટ્રારનો સંપર્ક કરવો જોઈએ. પરંતુ વકીલ પોતાની જીદ પર અડિગ રહ્યા અને અરજીમાં વિલંબ થવા અંગે કોર્ટ પાસે તાત્કાલિક સ્પષ્ટતા માંગવા લાગ્યા. વાતચીત વધતી ગઈ અને જોતજોતામાં તે વકીલે CJI પર શાબ્દિક હુમલો શરૂ કરી દીધો, જેના કારણે કોર્ટનું વાતાવારણ તંગ બની ગયું.

- Advertisement -

વકીલે કહ્યું: ‘તમે આ ખુરશી પર બેસવા લાયક નથી’

જ્યારે CJI સૂર્ય કાંતે શાંતિથી એવું કહ્યું કે તેઓ આ બાબતની તપાસ કરાવી લેશે, ત્યારે તે વકીલ પોતાનો આપા ખો બેઠા અને ગુસ્સામાં નિયમો ભૂલીને ચીફ જસ્ટિસ સામે અપશબ્દો જેવા તેવર અપનાવી લીધા. વકીલે જાહેરમાં કહ્યું, “ના, હું રાહ નહીં જોઉં. તમે આ ખુરશી પર બેસી જ ન શકો. તમે આ પદ માટે લાયક નથી. તમારી પાસે આ પદ પર રહેવા માટેની પ્રામાણિકતા (ઇન્ટીગ્રિટી) જ નથી.”

આ મા અંગે ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથે વાત કરતા રજિસ્ટ્રારના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે કોર્ટમાં અરજીઓનું લિસ્ટિંગ સંપૂર્ણપણે ઓટોમેટેડ કોર્ટ સોફ્ટવેર દ્વારા થાય છે અને તેમાં CJI કે કોઈ ન્યાયાધીશની કોઈ વ્યક્તિગત ભૂમિકા હોતી નથી. અધિકારીએ એ પણ યાદ અપાવ્યું કે ઘણી અરજીઓ ૬ નવેમ્બર પહેલા દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દિવાળીના તહેવારની સપ્તાહભરની રજાઓ પર બંધ રહી હતી.

કોર્ટરૂમનો ઓડિયો-વિડિયો ફીડ બંધ કરી દેવાયો અને સુરક્ષા બોલાવાઈ

વકીલનું આ પ્રકારનું અશોભનીય વર્તન જોઈને કોર્ટરૂમમાં હાજર અન્ય વકીલો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તરત જ કોર્ટની કાર્યવાહીનો ઓડિયો અને વિડિયો ફીડ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હંગામા બાદ સુરક્ષાકર્મીઓની મદદથી તે વકીલને કોર્ટરૂમની બહાર ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

સુપ્રીમ કોર્ટમાં હાજર વકીલોએ જણાવ્યું કે તે જ વકીલે અગાઉ દેશભરમાં ચીફ ઇલેક્શન કમિશનર (CEC) વિરુદ્ધ થયેલા આંદોલનો દરમિયાન પણ CJI વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા, જેના કારણે અગાઉ પણ તિરસ્કાર (કન્ટેમ્પ્ટ) ની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. જ્યારે CJI એ સુરક્ષાકર્મીઓને વકીલને બહાર લઈ જવાનો આદેશ આપ્યો, ત્યારે એવું પણ બહાર આવ્યું કે તે વકીલ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સભ્ય પણ નહોતા.

CJI Suryakant.jpg

વકીલે બાર (Bar) ની ચૂપકીદી પર પણ ઉઠાવ્યા સવાલ

કોર્ટરૂમની બહાર જતા પહેલા તે વકીલે એ વાતનો પણ વિરોધ કર્યો કે શા માટે બારના અન્ય સભ્યો તેમનો સાથ નથી આપી રહ્યા. તેમણે બેન્ચમાં બેઠેલા ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહના પ્રત્યે આદર વ્યક્ત કર્યો, પરંતુ CJI સૂર્ય કાંત સામે પોતાનો રોષ ઠાલવવાનું ચાલુ રાખ્યું અને દાવો કર્યો કે તેઓ ચીફ જસ્ટિસના પદ માટે યોગ્ય નથી.

ઘટના પૂરી થયા બાદ બારના અગ્રણી સભ્યોએ CJI સાથે મુલાકાત કરી હતી અને કોર્ટની મર્યાદા ભંગ કરવા બદલ તે વકીલ સામે કડક અવમાનના (Contempt of Court) ની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટ જેવી દેશની સર્વોચ્ચ સંસ્થામાં ન્યાયાધીશની ગરિમા અને અખંડિતતા પર આ પ્રકારે જાહેરમાં સવાલ ઉઠાવવાની આ ઘટનાએ કાનૂની વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.