જૈન વેપારીઓ 2026નાં પ્રારંભે બૂર્સમાં શિફ્ટ થશે
અનેક પ્રયાસો થયા બાદ સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા માટેની મોકાણ અને પળોજણ પૂર્ણ થઈ થઈ રહી નથી. ડાયમંડ બૂર્સમાં હિરાના વેપારીઓ પોતાની ઓફિસ શરુ કરે તે માટેના અત્યાર સુધી પ્રશાસનનાં પ્રયાસો અવળે ગયા છે ત્યારે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી નવેસરથી બૂર્સને ધમધમતું કરવા માટે મેદાનમાં આવ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ બૂર્સને ફરીથી કાર્યાન્વિંત કરવા માટે હિરાના વેપારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. પહેલીવાર માત્ર જૈન વેપારીઓની મીટિંગ મળી હતી. સુરતના મીની હિરા બજાર તરીકે ઓળખાતા મહિધરપુરાના તમામ વેપારીઓએ 21 જાન્યુઆરી 2026 સુધી બૂર્સમાં શિફ્ટ કરવાનો ગૃહ રાજ્યમંત્રીને કોલ આપ્યો હતો. બંધ પડેલા બુર્સમાં મહિધરપુરાના વેપારીઓ ફર્નિચરનું કામ એકસાથે ચાલુ કરશે.
આ ઉપરાંત હવે મંગળવારે જૈન-સૌરાષ્ટ્રીયન વેપારીઓની સંયુક્ત મીટિંગ યોજાવામાં આવશે સુરત ડાયમંડ બૂર્સનું ઉદ્દઘાટન થયું તેના 19 મહિના થઈ ગયા છે, તેમ છતાં હજી માંડ 100 જેટલી જ ઓફિસો કાર્યરત થઈ છે
હીરા ઉદ્યોગમાં મંદી સહિતના અનેક કારણો લઈને ડાયમંડ બૂર્સ કમિટિ દ્વારા અથાક પ્રયાસો કરવામા આવી રહ્યા છે તેમ છતાં હીરા વેપારીઓ દ્વારા બુર્સમાં ઓફિસ શરૂ કરવામાં આવી રહી નથી