સુરતના તબીબ તથા તેમના મિત્રો સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રુ. 4.23 કરોડની ઠગાઈ કરનાર મેઘપર (બો) ના દંપતીની ધરપકડ
સુરતના નાના વરાછામાં રહેતા ડોક્ટર તથા તેમના મિત્રોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપીને રૂ. ૪.૨૩ કરોડનો ચૂનો ચોપડવાના કેસમાં ઈકો સેલ દ્વારા અંજારના મેઘપર બોરીચીના ભાદાણી (પટેલ) દંપતીની ધરપકડ કરી હતી.
પરફ્યુમનો મોટો બિઝનસ હોવાનો બણગો ફૂંક્યો
આ અંગે મળતી વિગતો મુજબ સુરત શહેરના નાના વરાછામાં આવેલી માતૃછાયા સોસાયટીમાં રહેતા વિકાસ વલ્લભ કાકડિયા (ઉં.વ.૨૯)
હોમિયોપેથિક ડોક્ટર છે. કચ્છમાં રહેતા મિત્ર હસ્તક જયેશ પટેલ સાથે પરિચય થયો હતો. જયેશ પટેલે મોટાપાયે દેશભરમાં પરફ્યુમનો બિઝનેસ કરતો હોવાની પણ વાત કરી હતી. જયેશે બહારથી ૨૦૦૦-૨૫૦૦માં પરફ્યુમ મંગાવી ૧૦-૧૨ હજારમાં વેચતો હોવાના બણગ ફૂંક્યા હતા.
ક્રિપ્ટો કરન્સીનું કામકાજ પણ મોટા પાયે છે, તેમાં રોકાણ કરો
આરોપી દંપતિએ તેઓની પોતાની
KKP Ring ટ્રેડર્સ નામની કંપની છે, જેમાં ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો બિઝનેસ ચાલે છે. મહિને પાંચ ટકા નફાની લાલચ સાથે ફેક એપમાં પાંચ બિટકોઇનનો ઝાંસો આપીને નાણાં ડૂબાડી દીધા હતા.દેતાં
રોકાણ કરશો તો દર મહિને ૪થી ૫ ટકા નફો મળશે
આરોપીઓએ લાલચ આપી કે રોકાણ કરશો તો દર મહિને 4-5 ટકા નફો મળશે. તેથી લાલચ અને વિશ્વાસમાં આવી જઈને ડૉ. કાકડિયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. કુલ ૮૫ સ્લીપ થકી ૩.૭૮ કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે ૨.૭૧ કરોડ મળી જયેશ પટેલને ૬.૫૦ કરોડ રોકાણ પેટે આપ્યા હતા,
માત્ર પ્રોફિટ આપ્યું પણ મૂળ રકમ આપવામાં આવી નહીં
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે જયેશે પ્રોફિટના ૨.૩૧ કરોડ ડોક્ટર સહિતનાઓને આપ્યા હતા. બાકીના રૂ. ૪.૨૩ કરોડ ચૂકવવામાં આનાકાની કરાઈ હતી. જયેશે એમઆઈ કંપનીનો ફોન આપી ઓફલાઇન બિટકોઇન વોલેટમાં ૫ બિટકોઇન સિક્યોરિટી પેટે આપ્યા હોવાનો ઝાંસો આપ્યો હતો. જે એપ ચેક કરાવતા ફેક હોવાનું માલૂમ પડયું હતું.
ગત વર્ષે નવરાત્રિમાં જયેશના ઘરે જઈ ઉઘરાણી કરી તો જયેશ, તેની માતા અને પત્નીએ એલફેલ બોલી ધાક-ધમકી આપી તેઓને તગેડી મૂક્યા હતા.
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કરાઈ બંનેની ધરપકડ
છેતરપિંડીનો અહેસાસ થતાં ડૉ. કાકડિયાએ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં જયેશ પટેલ, તેની પત્ની દીપા અને માતા કસ્તુરબેન સામે રૂ. ૪.૨૩ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં ઈકો સેલે ગતરોજ જયેશ હસમુખ પટેલ (ભાદાણી) (રહે. કે.કે.પી.વિલા, મેઘપર બોરીચી, મૂળ નખત્રાણા) અને તેની પત્ની દીપાની ધરપકડ કરી હતી.