સુરત પોલીસે સમગ્ર કાવતરાનો ભાંડાફોડ કરી આરોપીઓને પકડી પાડ્યા
સુરતમાંથી ચકચારી ઘટના સામે આવી છે. રીઢા ગુનેગાર પતિએ પોતે બળાત્કાર ગુજારી પોતાના મિત્રોને પણ પત્ની પર બળાત્કાર કરાવડાવી હત્યા કરવાની કોશિશ કરતા પોલીસે તાત્કાલિક નરાધમોની ધરપકડ કરી હતી.
ડીસીપી સુરત આલોક કુમારે ઘટનાની હકીકત જણાવતા કહ્યું કે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા અને રીઢા ગુનેગાર ગણેશ રાજપુતે પોતાની પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો.
ગણેશ જ્યારે જેલમાં હતો ત્યારે તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ ગણેશ તેના મિત્ર મહેશ સાથે મળીને તેને અવાવારુ જગ્યાએ લઈ જઈ ઢોર માર માર્યો હતો અને બાદમાં તેણે પોતે અને મહેશે પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ પત્નીનાં હાથ પગ બાંધીને તાપી નદીમાં ફેંકી દેવાનું હિચકારા કૃત્યને અંજામ આપવાના ઈરાદે લઈ ગયો હતો પરંતુ કોઈક રીતે પત્ની તેમના સકંજામાંથી છટકી ગઈ હતી અને પોલીસ સુધી પહોંચી હતી.
તેમણે કહ્યું કે પીડિત મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. મહીલા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસે આરોપી સામે ગેંગરેપ અને હત્યાંની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.કાપોદ્રા પોલીસે ગણેશ રાજપૂત સહીત ચાર આરોપીની ધરપકડ કરી છે.
આરોપી ગણેશ રાજપૂત સામે અગાવ 26 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે