સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ: ચોક બજાર સ્ટેશન પાસે ડાઉન લાઇન ટનલનું બ્રેકથ્રુ સફળતા પૂર્વક પૂર્ણ, સુરત રેલ્વે સ્ટેશન-કાપોદ્રા વચ્ચે અપ-ડાઉન-લાઇન ટનલ પણ તૈયાર
સુરતમાં પાછલા કેટલાક વર્ષોથી સુરતીઓ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈ ભારે ઉત્સુક્તા દર્શાવી રહ્યા છે તો સાથો સાથ ટ્રાફિકની હલામણથી કંટાળેલા છે ત્યારે ગુજરાત રેલ મેટ્રો કોર્પોરેશન કેટલાક રાહતના સમાચાર આપ્યા છે અને હવે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની પ્રગતિ ઝડપભેર થઈ રહી હોવાનું જણાવ્યું છે.

ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓએ જણાવ્યું કે
સુરતમાં 40.35 કિલો મીટરની લંબાઈના મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર પ્રગિતનાં પંથે છે. આ પ્રોજેક્ટમાં બે અલગ અલગ કોરિડોર અને 38 સ્ટેશનનો સમાવેશ થાય છે.

સુરત રેલ્વે સ્ટેશન અને કાપોદ્રા વચ્ચે અપ સહિત ડાઉન લાઇન બંને માટે ટનલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ચોકબજાર સ્ટેશન પર ડાઉન લાઇન ટનલના કામ સીમાચિહ્ન રૂપે પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે સમાંતર અપ લાઇન ટનલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત રેલ કોર્પોરેશને જણાવ્યું કે મેટ્રો પ્રોજેક્ટની ભૂગર્ભ ટનલ બનાવવાની
સૌથી પડકારજનક બાબત હતી. ચોકબજાર ,મસ્કતી હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશન સુધીના વિભાગમાં ટનલ અને ભૂગર્ભ સ્ટેશન બનાવવાની કામગીરી જે.કુમાર ઇન્ફા.લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે રૂપિયા 942.16 કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. બે પૈકી એક.ટનલની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ટનલની બ્રેકથ્રુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ.અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ રહ્યા હતા.
