નવા વર્ષની શરૂઆતમાં સુરત મનપાની ચૂંટણી મુલતવી: વહીવટદાર શાસન અને તેના કાયદાકીય અસરો
સુરત મ્યુનિસિિલ કોર્પોરેશનની ચૂંટણી નવા વર્ષની શરુઆતમાં યોજાવાની છે, પરંતુ ચૂંટણીપંચે તાજેતરમાં મતદાર યાદી અંગે SIR ની જાહેરાત કરી દેતા મ્યુનિ. કોર્પોરેશનની ચુટણી 2 મહિના મોડી કરવી પડે તેમ લાગે છે. કાયદા મુજબ આ બે મહિના રાજ્યની તમામ મહાનગરપાલિકામાં વહીવટદાર નિમવા પડે તેમ છે. રાજ્ય સરકારે તે અંગે પણ વિચારણા કરી દીધી હોવાનુ જાણવા મળે છે. સુરતમાં છેલ્લે વહીવટદાર તરીકે સને સ્વ. IAS ગુરૂપ્રસાદ મહાપાત્ર આવ્યા હતા.

ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં SIRની જાહેરાત કરી દેતાં મ્યુનિ. કોર્પોરેશનની ચુટણી વિલંબમાં મૂકાય તેમ છે અને તેના કારણે તમામ મહાનગર પાલિકામાં વહીવટદાર મૂકવા પડે તેમ છે. આમ સુરત મહાનગરપાલિકામાં
શહેરના વહીવટની જવાબદારી અધિકારીઓના હાથમાં જવાની શક્યતા છે. આ કાયદાકીય પ્રક્રિયા છે અને તેમાં સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડના તમામ પાવર વહીવટદારના હાથમાં જતા રહે છે. આના કારણે સુરતમાં રાજકીય માહોલમાં ગરમાશે તે નક્કી છે.

