સુરત: રામનગર વિસ્તારનાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલાયું, હવેથી હિન્દુસ્તાનીમહોલ્લા તરીકે ઓળખાશે, MLA પૂર્ણેશ મોદી હસ્તક નામાંકરણ-અનાવરણ
સુરતનાં રાંદેર રોડને અડીને આવેલા રામનગરમાં વર્ષોથી પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતા મહોલ્લાનું નામ બદલવામાં આવ્યું છે. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યનાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી હસ્તક નામાંકરણ અને નવા નામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ સિંધી સમાજના અનેક લોકો તથા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે
લોકવાયકા હતી અને આ મહોલ્લાને વર્ષોથી પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખવામાં આવતો હતો..8-10-2018ના રોજ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખી રજૂઆત કરી હતી અને 2018માં જ સાંસ્કૃતિક સમિતિએ સુધારીને “હિન્દુસ્તાની મહોલ્લો કર્યું હતું. હવે પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાની મહોલ્લો કરાયું
રામનગરમાં હિન્દુસ્તાની મહોલ્લો તકતીના અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્ણેશ મોદીએ વધુમાં કહ્યું કે સિંધી સમાજના લોકો પાકિસ્તાનનાં સિધમાંથી દેશ અને ગુજરાતમાં આવ્યા હતા. સુરતમાં રહીને વર્ષોથી ધંધો-વેપાર અને રહે છે. સરકારી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, વોટીંગ કાર્ડમાં પાકિસ્તાની મહોલ્લો લખાયું હશે તો રવિવારે સુરતની નવયુગ કોલેજ પાસે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં આધાર કાર્ડ કે વોટીંગ કાર્ડ કે અન્ય ડોક્યુમેન્ટમાં પાકિસ્તાની મહોલ્લો લખાયું હશે તો તેને ડિલીટ કરી હિન્દુસ્તાની મહોલ્લો કરી સુધારો કરવામાં આવશે અને આ ક્ષતિ પણ દુર કરાશે.
સુરતનાં સિધી સમાજ વિશે ટૂંકમાં….
સિંધીઓ વેપાર અર્થે 1940 પછી આવ્યા હતા. ત્યારબાદ 1947માં ભાગલા પડતાં મોટીસંખ્યામાં સીધીઓ દેશમાં આવ્યા. ત્યારથી તેમની સંસ્કૃતિ હમેશા જાળવી રાખી છે. જેના પ્રતાપે આજે વિશ્વમાં સિંધીઓ નામના ધરાવે છે.