દિવાળી નિમિતે સુરત પોલીસનો એક્શન પ્લાન, આંગડિયા પેઢી, સોની બજાર અને બેંકોની ફરતે પોલીસનું કોમ્બિંગ શરૂ: અનુપમસિંહ ગેહલોત
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યો છે. દિવાળીનાં તહેવાર દરમિયાન સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તરફથી વિવિધ વ્યુહરચના ધડવામાં આવી છે. તમામ અધિકારીઓને ક્રાઇમ મીટીંગમાં આગામી દિવાળી તહેવાર નિમિતે અલગ અલગ વિસ્તારમાં આંગડિયા પેઢીઓ, સોની બજાર તેમજ બેંકો પાસે વિશેષ પોલીસની ચાંપતી નજર રાખવાનું જણાવવામાં આવ્યું છે. બીજી તરફ પરપ્રાંતિયોની ગતિવિધિ ઉપર નજર રાખવા માટે શહેરના સીમાવર્તી વિસ્તારો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસ દ્વારા કોમ્બિગ અને ફૂટ પેટ્રોલીગ સાથે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોમ્બિંગ દરમિયાન પરપ્રાંતીયો તેમજ બહારગામથી આવનારા વ્યકિતઓની નામ નોંધણી કરવામાં આવે છે.
સુરત ગુજરાતની આર્થિક રાજધાની છે
અને દક્ષિણ ગુજરાતનું મોટું શહેર હોવાથી લોકો દિવાળી પર્વ દરમિયાન સોની બજારમાં દાગીનાની ખરીદી થતી હોય છે. આ ઉપરાંત આંગડિયા પેઢીઓમાં પણ ધંધાકીય રીતે રોજીંદા વ્યહવારો કરતાં નાણાંકીય લેવડ દેવડનું પ્રમાણ વધે છે. બેંકમાં પણ ભીડ રહેતી હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન કોઈ ક્રાઈમ ન બને તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. સૌથી મોટો શહેર પોલીસ ને AI ટેક્નોલોજીનાં આધારે સુરતના વિવિઘ રસ્તા પર 889 તથા મહાનગર પાલિકાના અન્ય સીસીટીવી મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે.
સુરતના રાજમાર્ગ હોય કે ઘોડદોડ રોડ કે ગૌરવ પથ સહિત અન્ય બજારોમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિગ ધનિષ્ઠ બનાવાયું છે, સાથે સાથે સવારે 10 થી 2 વાગે સુધી અને બપોરે 3 થી 9 વિશેષ બંદોબસ્ત ગોઠવમાં આવ્યો છે શહેરીજનો સુરક્ષમાં કોઈ ચૂક ના રહી જાય તે પોલીસ એ દિવાળી તહેવાર પોતાના પરિવાર કરતા શહેરીજનો સાથે રસ્તા ઉભા રહીને કરી રહ્યં છે જેથી કરી કોઈ અંનિચ્છનીય બનાવ નહિ બને તેની પ્રાથમિકતા શહેર પોલીસ આપી હતી ઉલ્લેખનીય બાબત એ છે સુરતમાં નાયબ પોલીસ કમિશ્નર 9 જેટલી મહિલા અધિકારી છે અને પોતાની પ્રાથિમક ફરજ માનીને શહેરના રસ્તા ઉભા રહે છે. દિવાળી તહેવારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આ મહિલા અધિકારીઓને સુરતની સુરક્ષાની જવાબદારી સોંપી છે તેમાં સ્લમ એરિયા હોય કે પોશ એરિયા કે અન્ય વિસ્તારો હોય મહિલા અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.