સુરત : ગેરકાયદે બાંધકામ સામે સુરત મનપા ના કમિશનર લાલ આંખ કરી કાર્યવાહીના આદેશ કરી રહયા છે ,તો બીજી ઝોન ના કેટલાક ખાઈ બદેલા અધિકારીઓના મેળાપીળામાં ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડરો ને છુટ્ટો દૌર મળી રહ્યો છે….આવું જ કંઈક ચાલી રહ્યું છે સુરતના ઉધના વિસ્તારમાં……જ્યાં બેરોકટોક ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવી રહ્યા છે,પરંતુ ઉધના ઝોન ના અધિકારીઓ જાણે આંખે પાટા બાંધી આંખ આડા કાન કરવાની નીતિ અપનાવી રહ્યા છે….
ઉધના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો માં મુખ્યત્વે સંજય ,વસીમ તેમજ વિજય નામની ત્રિપુટી ચર્ચામાં રહી છે….મનપા અધિકારીઓને સારી એવી મલાઈ આપી ગેરકાયદે બાંધકામ કરવામાં પણ આ ત્રિપુટી માહેર છે….છેલ્લા લાંબા સમયથી ઉધના વિસ્તારમાં આ ત્રિપુટીના અનેક ગેરકાયદે બાંધકામ થઈ ચુક્યા છે….પરંતુ કાર્યવાહી નામે મનપા અધિકારીઓએ ફક્ત ને ફક્ત વેઠ જ ઉતારી છે.
ઉધના વિસ્તારના હરીનગર ખાતે પ્લોટ નંબર 233,234 અને 235 પર બેરોકટોક ગેરકાયદે બાંધકામ તાની દેવાયું છે….જ્યારે હરીનગર એક ખાતે પણ વસીમ નામના બિલ્ડરે મનપા નિયમોબે નેવે મૂકી બાંધકામ ઉભું કરી દીધું છે…..આ સાથે જ અધિકારીઓએ જોડે ઘરોબો ધરાવતો હોવાની ડફાંસો મારતા સંજય બિલ્ડરે ઉધના દાગીના નગર એક ખાતે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું ટાવર ઉભું કરી દીધું છે….છતાં ઉધના ઝોન શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ જાણે ગાંધીછાપ નોટ તળે મોઢું સેવી લીધું હોય તેવી ચર્ચાઓ હાલ ઉઠી રહી છે…બીજી બાબત એ પણ જાણવા મળી રહી છે કે જો સુરત મનપા કમિશનર ઉધના વિસ્તારનો એક રાઉન્ડ લગાવી ઇન્સ્પેકશન કરાવે તો કેટલાય અધિકારીઓના પડદા પાછળનો નકાબ ચિરાય એમ છે.