સુરત : ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરો પર મનપા તંત્ર સાવ નિષ્ફળ નીવડતું હોવાનું સામે આવ્યું છે.ઉધના વિસ્તારમાં બેરોકટોક બિલ્ડરો દ્વારા ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવી રહ્યા છે ,ત્યારે ઉધના ઝોન શહેરી વિકાસ ખાતાના કેટલાક ખાઈ બડેલા અધિકારીઓની સાઠગઠમાં ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરો ને જાને છુટ્ટો દૌર મળી રહ્યો છે..
ઉધના વિસ્તારમાં સંજય ,વસીમ તેમજ હરીશ નામની ત્રિપુટી બેફામ ગેરકાયદે બાંધકામો તાણી રહ્યા છે ,ત્યારે આ બાંધકામો પર ડિમોલીશન ના હથોડા ઝીકતા મનપા અધિકારીઓના હાથ ધ્રુજી રહયા છે.લાંબા સમયથી ઉધના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ કરવામાં સંજય બિલ્ડર,વસીમ હરિશ નામની ત્રીપુટી ચર્ચામાં રહેલી છે. ઉધના દાગીના નગર એક માં સંજય બિલ્ડર દ્વારા મનપા ના નિયમોને નેવે મૂકી ચાર માળનું બાંધકામ ઠોકી દેવાયું છે. ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલ પાર્કિંગની જગ્યા પણ કવર કરી વધુ એક ફ્લેટ ચની દેવાયો છે. જ્યારે વસીમ અને હરીશ દ્વારા હરિનગર વિસ્તારમાં બેરોકટોક ગેરકાયદે બાંધકામ તાણી દેવાયું છે. છતાં ઉધના ઝોન શહેરી વિકાસ ખાતાના અધિકારીઓના પેટનું પાણી સુધા નથી હલી રહ્યું.એક તરફ સુરત મનપા ના કમિશનર ચાલતા ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરી બેઠા છે ,ત્યાં બીજી તરફ તેમના જ અધિકારીઓ બિલ્ડરોની સાંઠગાંઠ માં ગેરકાયદે બાંધકામો ને છુટ્ટો દૌર આપી રહયા છે.

આ સિવાય ઉધના વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે ,પરંતુ કેટલાક ખાઈ બદેલા અધિકારીઓના મેળાપીપળામાં ચાલતા ગેરકાયદે બાંધકામનો રાફડો ફૂલીફાલી આવ્યો છે.