કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાતમાંથી પકડાયેલા 3 આરોપીઓએ પોતાનો ગુનો કબુલી લીધો છે. એક વેબસાઇટના મતે, ગુજરાત ATSના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ આ વાતનો દાવો કર્યો છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે કે હિન્દુ સમાજ પાર્ટીને નેતા કમલેશ તિવારીની હત્યા 2015માં આપેલા એક વિવાદિત નિવેદનને લઇને કરવામાં આવી છે. તેમાં ત્રણ લોકોને પોલીસે હિરાસતમાં લીધા છે અને 2 લોકોની શોધખોળ ચાલું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદોના નામ મોહસિન શેખ, ફૈઝાન અને રશીદ અહમદ છે તથા અત્યાર સુધી આ ઘટનાને આંતકવાદ સાથે સંબંધ હોય તેવી કોઇ માહિતી સામે આવી નથી. ઉત્તર પ્રદેશના ડીડીપીએ જણાવ્યું કે, કમલેશ તિવારીના પરિવારજનો દ્વારા નોંધવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટમાં ઉત્તર પ્રદેશના બિઝનોર નિવાસી અનવારૂલ હક અને નઇમ કાજમીનું નામ છે અને તેમની પણ ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અનુસાર અત્યાર સુધી તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાશિદ પઠાને આ પ્લાન બનાવ્યો હતો અને મોલાના મોહસિન શેખે પ્રેરિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમલેશે ભવિષ્યમાં હજરત મોહમ્મદ સાહેબ પ્રતિ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ઘટનામાં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. કાજમી અને હકે વર્ષ 2016માં કમલેશનું માથું વાઢી લાવનારને ક્રમશ: 51 લાખ અને દોઢ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.