સુરત:
લાંબા સમયથી ઉભરાતા ડ્રેનેજ લાઈનના પાણી અને પડતર પ્રશ્નોને લઈ સ્થાનિક તેમજ શહેર કોંગ્રેસ દ્વારા સુરત મનપાના લીંબાયત ઝોન બહાર મોરચો લાદવામાં આવ્યો હતો…રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને કોંગ્રેસીઓ ભાજપ વિરોધી હાય હાય ના નારા લગાવી રોષ વ્યકત કર્યો હતો.
સુરત ખટોદરા- આંજણા ના કોંગ્રેસી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે ,સુરત મંપાએ સમાવેલ સ્માર્ટ સિટીમાં સિત્તેર ટકા સ્લમ વિસ્તારનો સમાવેશ થાય છે…છતાં આ વિસ્તારોમાં પડતર સુવિધાઓ અને લાંબા સમયથી ઉભરાતા ડ્રેનેજ લાઈનના પાણીની સમસ્યા ની નિરાકરણ નથી કરવામાં આવી રહ્યું….અનેકવાર રજુવાત કરવામાં આવી છતાં,અધિકારીઓ આંખ આડા કાન કરવામાં આવી રહયા છે…ભાજપ ના સસકના અધીકારીઓ ના રાજમા સ્માર્ટ સિટીની વાતો કરી સ્માર્ટનેસ સુવિધા આપવામાં ઉંધા સાબિત થઈ રહયા છે…વધુમાં ઉમેર્યું હતું કે ,જો પાંચ મી તારીખ સુધીમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો વોર્ડ ઓફિસને તાળાબંધિ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.