સુરતજીલ્લામાં આવેલી જેબી ઇકો ટેક્ષ કંપની પર્યાવરણનું નખ્ખોદ વાળી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે અને ખુલ્લેઆમ પ્રદુષણ ફેલાવતી હોવાછતાં સબંધિત વિભાગે જાણે આંખે પાટા બાંધી દીધા હોવાના દ્રશ્યો સત્યડેના કેમેરામાં કેદ થઈ ગયા છે જે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે.
સુરત જીલ્લાના માંગરોલ તાલુકામાં ધામરોડ-બોરસરા ગૃપ ગ્રામ પંચાયત હદમાં આવેલ જેબી ઇકો ટેક્ષ કંપની
પ્રદુષણ ફેલાવી રહી હોવાની બૂમ ઉઠવા પામી છે.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાંથી પસાર થતી ખાડીમાં આ કંપનીનું પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવતાં પાણી જે ખાડી ખરોડ થઇ અંકલેશ્વર થઇ નર્મદા નદી સુધી પહોંચે છે ત્યારે કંપની દ્વારા ખાડીમાં છોડવામાં આવતાં વેસ્ટ વોટર છોડવા અંગે કોણે લાઇસન્સ આપ્યું તે તપાસનો વિષય છે વહિવટી તંત્ર ની જરૂરી પરવાનગી અને વેસ્ટ વોટર ના આઉટ લેટ તથા ઇન લેટ ના માપદંડો અંગે પણ તપાસ જરૂરી બની છે કારણકે ખાડી પ્રદુષિત થઇ રહી છે અને કંપનીમાં પ્લાસ્ટિક વપરાશ નો ઉપયોગ થતો હોય હવાનું પ્રદૂષણ થઇ રહ્યું છે જે વન, પર્યાવરણ, પ્રકૃતિ અને માનવ સ્વાથ્ય સહિત જીવ સૃષ્ટિ માટે ખતરો ઉભો થયો છે, કંપની દ્વારા છોડાવામાં આવતા વેસ્ટ વોટર ના આઉટ લેટ ના માપદંડો જળવાતા નથી જેને કારણે પશુઓ ના પાણી પીવાથી મોત થતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે જે અહીં એક પશુનું મોત થયું હોવાનું કેમેરામાં કેદ થઈ ગયુ હતુ ત્યારે આ અંગે જરૂરી તપાસ થાય તે જરૂરી છે અને પ્રદુષણ ફેલાવી રહેલી કંપની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.