બાંગ્લાદેશ માં ગરીબ પરિવાર ની કાચી ઉંમર ની બાળાઓ ને ભારત માં ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી લવાયા બાદ તેમના ડુપ્લીકેટ ઓળખપત્ર બનાવી આ બાળાઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવનાર અને માનવ તસ્કરીના રેકેટનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભાંડફોડ કરી એક દંપતી સહિત ત્રણ બાંગ્લાદેશીઓને પકડી પાડી 17 વર્ષની બાંગ્લાદેશી કિશોરીને મુક્ત કરાવી હતી.
જોકે,ચોંકાવનારી બાબત એ છે કે આ બધાના ઓળખકાર્ડ કોણ બનાવી આપતું હતું બોર્ડર પાસ કરાવવા જેવી બાબત ગંભીર છે તેનો મતલબ કોઈપણ આતંકી ઘૂસણખોરી થવી આસાન છે.
બાંગ્લાદેશમાં ગરીબ પરિવારની બાપ વગરની સગીર છોકરીઓ ને બાંગ્લાદેશી દંપતીએ રોજી-રોટી આપવાના નામે ભારત લાવ્યા હતા. દંપતીનો ઈરાદો કિશોરીને દેહવિક્રયનો ધંધો કરાવી પૈસા કમાવાનો હતો. દંપતીએ કિશોરી સાથે બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂષણખોરી કરવા માટે દલાલ મૃતુર્જા શેખની મદદ લીધી હતી. મૃતુર્જાએ દંપતી પાસે બોર્ડર ક્રોસ કરાવવા 15 હજારની રકમ લીધી હતી. જેમાંથી એણે દલાલ જીલાલ જેણે બોર્ડર ક્રોસ કરાવી હતી તેને પણ 4 હજાર રૂપિયા આપ્યા હતા.
16મીએ બપોરે કિશોરી સાથે 3 જણા સુરત રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા હતા. આ અંગેની એટીએસ દ્વારા એસઓજીને માહિતી મળતા ત્રણેયને દબોચી લીધા હતા. પકડાયેલા દંપતીમાં મીજાનુર ઉર્ફે શરીફુલ્લ હુભ શેખ(36) અને તેની પત્ની અજમીરાખાતુન (32)(બન્ને રહે. પંચવટી કોમ્પલેક્ષ, કામરેજ રોડ) અને મૃતુર્જા અજમલ શેખ(31)(રહે. મદીના મસ્જીદ પાસે,ભરૂચ) છે. હાલમાં કિશોરી ચિલ્ડ્રન હોમમાં આશરો લઈ રહી છે અને તેના ફેમિલીને પણ પોલીસ જાણ કરશે.
આરોપી મીજાનુર ઉર્ફે શરીફુલ્લ હુભ શેખ બાંગ્લાદેશના ઢાકાના પોક્સ બજારમાંથી કિશોરીઓને લાવી ભારતમાં દેહવિક્રયના ધંધામાં ધકેલી દેતો હોવાનું ખુલ્યું છે. આ ઈસમ સ્પાના સંચાલકોને પહેલા મોબાઇલમાં છોકરીનો ફોટો બતાવ્યા બાદ ભાવતાલ નક્કી કરી દેતો હતો. અગાઉ પણ તે આજ રીતે સ્પામાં બાંગ્લાદેશી સગીર યુવતીઓ સપ્લાય કરતો હતો. હાલમાં જે કિશોરીને લઈ આવ્યો તેના પરિવારને પણ તેણે આર્થિક મદદ કરવાની વાત કરી હતી.
ભારત દેશના નાગરીક ન હોવા છતાં ત્રણેય બાંગ્લાદેશીઓ પાસેથી આધારકાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. આ ત્રણેય વસ્તુઓ બાંગ્લાદેશીઓએ કેવી રીતે બનાવી તેનાથી એક ગંભીર સવાલ ઊભો થાય છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, મૃતુર્જા અગાઉ ઓલપાડ પોલીસમાં ગેરકાયદે વસવાટના કેસમાં પણ પકડાઇ ચુક્યો છે.