અડધી રાત્રે જ્યારે 15 વર્ષની નિદ્રાધીન સગીરાના ગુપ્ત અંગો ઉપર કોઈનો હાથ ફરવા લાગ્યો !! સગીરાએ આંખો ખોલીને જોયુતો પિતા સમાન સગા માસા બાજુમાં સૂતા હતા આ વાત છે ઇચ્છાપોર વિસ્તારની કે જ્યાં આ ઘટના બની હતી.
સુરત નજીક આવેલા ઈચ્છાપોરમાં પોતાની માસીને ત્યાં રહી ઘો-8માં અભ્યાસ કરતી 15 વર્ષની કિશોરીની સગા માસાએ જ આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા છોકરીએ આ વાત પોતાની માસીને કરતા માસાએ ગાળાગાળી કરી માર માર્યો હોવાના બનાવ અંગે ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ થતા પોલીસે સગા માસાની સામે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
વિગતો મુજબ 15 વર્ષની સગીરા ભણવા માટે માસીને ત્યાં રહેતી હતી પણ માસાની નજર બગડી હતી અને કોઈને કોઈ રીતે માસૂમ ભાણેજ સાથે હવસ સંતોસવાની ફિરાકમાં રહેતો હતો દરમિયાન મોડીરાતે સગીરા માસી સાથે સૂતી હતી તે વખતે માસાએ તેની બાજુમાં આવી સુઈ જઈ સગીરાના અંગો ઉપર હાથ ફેરવવાનું શરૂ કરી શારીરિક અપડલા ચાલુ કરી દેતા માસાની આવી ગંદી હરકતથી સગીરા માસા ને તાબે થયા વગર વિરોધ કરી સવારે સગીરાએ માસીને વાત કરતા માસી પણ ચોંકી ઉઠી હતી અને માસાને આ અંગે ઠપકો આપતા માસાએ ગુસ્સામાં માસીને માર મારી ગાળાગાળી કરવા લાગ્યો હતો.
પરિણામે વાત વધી પડતા આખરે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપી માસાની ધરપકડ કરી લીધી છે અને આરોપી મજૂરીકામ કરે છે અને ભોગ બનનાર દીકરી અભ્યાસ કરે છે. અગાઉ દશામાના વ્રત વખતે પણ માસાએ સગીરાની સાથે છેડતી કરી હોવાનું સગીરાએ પોલીસને જણાવ્યું હતું.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.