સુરત ના પલસાણાની એક મિલમાં કામ કરતા એક યુવાને મજાક કરતા કરતા સહકર્મીના ગુદા માં એર મશીન ની પાઇપ નાખી હવા ભરી દેતા યુવાનના પેટમાં દુઃખાવો ઉપડતા યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતાં સાથી કર્મચારી ને મજાક કરવી ભારે પડી હતી.
આ ઘટના માં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ બલેશ્વર ગામે ભાડાના મકાનમાં રહેતો 28 વર્ષીય મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા (મૂળ વતન ખીરીપુર યુનુમિયા ગલી જી.હાવડા પ્ર. બંગાળ) પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરતો હતો
દરમ્યાન ગત તા.30 જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર 19 વર્ષીય કૃષ્ણા કાન્હાલાલ ચૌધરીએ મજાકમાં શાહબુદ્દીનના ગુદા માં એર મશીનનો પાઇપ અડાડી દેતા ગુદા માર્ગે શાહબુદ્દીનના પેટમાં હવા ભરાઈ જતાં પેટમાં દુખાવો થયો હતો. ઘટના બાદ તરત શહાબુંદીનને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી હતી, અને ત્યાર બાદ ચલથાણ સંજીવની હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડાયા બાદ તેનું મોત થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.