ભાજપ દ્વારા સરકારી કોલેજના ખાનગી કરણ સામે સુરતના કામરેજમાં કોંગી કાર્યકરોએ ભાજપના ધારાસભ્યને લોલીપોપ અને ગાજર પકડાવતા ધારાસભ્યએ સામે ગાજર ફેંકતા રાજકીય માહોલ ગરમાયો છે.
રાજ્ય સરકાર દ્વારા સુરતમાં બે સરકારી કોલેજો અને મંજૂરી આપવા મામલે સુરત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના ધારાસભ્યને ગાજર આપી વિરોધ કરતા ધારાસભ્ય એ કોંગી ધારાસભ્યને તેજ ગાજર સામ ફેકતા અહીં રીતસરનું ગાજર યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
કામરેજના ધારાસભ્યની ઓફિસ ખાતે કોંગી કાર્યકરો પહોંચ્યા હતા લોલીપોપ અને ગાજર આપીને આઝાદીના સમયથી આયુર્વેદિક સરકારી કોલેજનું શા માટે ખાનગીકરણ કરવામાં આવ્યું છે તે સવાલ કરી તમે પ્રજાને માત્ર લોલીપોપ અને ગાજર બતાવો છો. એવું કહીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાજર ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના ટેબલ ઉપર મૂકી દેતા ધારાસભ્ય અને કોંગ્રેસના કાયરકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને રોષે ભરાયેલા ધારાસભ્યએ એજ ગાજર કોંગ્રેસના કાર્યકરો પર ફેકતા વાતાવરણ ગરમાયુ હતું અને ગાજર અને લોલીપોપની ફેંકામ ફેંકી થઈ હતી.