એન્કર : સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એક પેટ્રોલ પંપ પર મહિલા કાર ચાલકે એક પંપ કર્મચારીને અડફેટે લેતા ચકચાર મચી ગઇ હતી. જો કે અકસ્માત ની ઘટના પેટ્રોલ પમ્પ પર રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
વીઓ : વરાછા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પમ્પ પરની આ ઘટના છે…જ્યા ઘવાયેલા પમ્પ કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો ,જ્યારે કાર ચાલક મહિલા સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સીસીટીવી ફુટેજને જોતા પમ્પ કર્મચારી અન્ડરગ્રાઉન્ડ પેટ્રોલ ટેન્ક પાસે કામ કરતો નજરે પડે છે,જ્યાં એક કાર આ કર્મચારી પર અચાનક ચઢી જાય છે.જો કે કાર એક મહિલા હંકારતી હોવાનું સામે આવે છે.ઘટના બનતા મહિલા કાર ની બહાર ઉતરે છે,જ્યારે પમ્પના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થઈ જાય છે અને ઘવાયેલા સાથી કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડે છે.