આજ રોજ દેશભરની તમામ મેડીકલ સ્ટોરના સંચાલકો દેશવ્યાપી એક દિવસની હડતાળ પર છે….પડતર પ્રશ્નો અને ઓનલાઈન દવાના ટ્રેડિંગ મામલે આ હડતાળ પાડવામાં આવી છે…જેમાં સુરતની પણ 2200 થી વધુ મેડિકલ સ્ટોરના સંચાલકો હડતાળ માં જોડાયા છે.
સાઉથ ગુજરાત કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ પ્રવીણ વેકરિયાએ જણાવ્યું હતું કે ,અનેક વખત સરકાર સમક્ષ પડતર પ્રશ્નો અંગે રજુવાતો કરવામાં આવી છે.ઓનલાઇન દવાના ટ્રેડિંગના કારણે દેશભરના મેડિકલ સ્ટોરના સંચાલકોને મોટો ફટકો પડી રહ્યો છે.નશાયુક્ત દવાઓનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.જે લોકો માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.આ તમામ બાબતો સરકાર સમક્ષ પોહચાડવા એક દિવસીય હડતાળ પાડવામાં આવી છે.દવા આવશયક હોય,જેથી દર્દીઓને હાલાકી ન ઓક્સિડે તે માટે ટ્રસ્ટ અને ચોવીસ કલાક પરવાના ધરાવતા મેડિકલ સ્ટોર ને છુટછાટ આપવામાં આવી છે.અમદાવાદ ખાતે મળેલી મિટિંગ માં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જે હવે મુખ્ય કમિટી ના નિર્ણય બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે .