સુરતમાં મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર તેમજ પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે.
સુરતમાં તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજીત આ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં આ વખતે આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, કોલંબિયા, ડેનમાર્ક, ફ્રાન્સ સહિતના દેશના પતંગબાજો સુરત આવ્યા છે અને સુરતીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી અને પતંગ ઉડાડવાની સાથે ગુજરાતી ગરબા ઉપર અને ગીતો ઉપર ડાન્સ પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાને લઈ છેલ્લા બે વર્ષ સુધી મોકૂફ રખાયેલો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આ વર્ષે ભવ્ય રીતે ઉજવાયો હતો.
સુરતના અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પાસે જી-20ની વસુદૈવ કુટુંબકમની થીમ ઉપર આયોજિત યોજાયેલા આ પતંગોત્સવમાં ૧૯ દેશોના ૪૨ પતંગબાજો તેમજ ભારતના છ રાજ્યોના ૨૦ અને સુરતના ૪૦ સ્થાનિક પતંગબાજો જોડાયા હતા. દેશ-વિદેશના પતંગબાજો સુરતની મહેમાનગતિથી ખુબજ પ્રભાવિત થયા હતા.