સુરત ઠગબાજ નાઇઝેરિયન ગેંગ દ્વારા લોકોને કિડનીના બદલામાં ચાર કરોડ રૂપિયાથી માંડી સાત કરોડ રૂપિયા આપવા સુધીની લાલચ આપી ઠગાઈ પ્રકરણમાં પોલીસે વધુ એક નાઇઝેરીયનની ધરપકડ કરી છે. આ ઠગબાજ ગેંગે દેશની ૪૦ જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ પણ બનાવી લોકો સાથે ઠગાઈ કરી છે. વેબસાઇટમાં લોભામણી જાહેરાત કરી ટોળકીએ નાનપુરાના કાર દલાલને વિશ્વાસમાં લઈ ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૧૪.૭૮ લાખ ખંખેરી લીધા બાદ પોલીસે ત્રણ નાઈઝેરિયનને ઝડપી લીધા હતા. જાેકે હવે સાઇબર ક્રાઇમ પોલીસે આ ત્રણેય આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર નાઇઝેરીયન સાગરિતને બેંગ્લોરથી ઝડપી પાડી પોલીસે તેની ધરપકડ કરી છે.
નાનપુરા હબીબશા મહોલ્લોમાં રહેતા અને કાર દલાલીનું કામ કરતા અરબાઝ સેહબાઝ રાણાએ તેની બહેનના લગન્માં ખર્ચ કરતા દેવુ થઈ ગયું હતું. જેથી અરબાઝે ઓગસ્ટ ૨૦૨૦ માં કિડની વેચવાની વિચાર કરી ગૂગલમાં સેલ કિડની મની સર્ચ કર્યું હતું. જેમાં એક વેબસાઈટમા ક્લીક કરતા ડો, શિલ્પા કુમારનું નામ અને મોબાઈલ નંબર હતો તેની સાથે બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલનો ફોટો પણ હતો. અરબાઝે ફોન કરતા કટ થઈ ગયો હતો. થોડાવારમાં સામેથી વોટ્સઅપ કોલ કરી માહિતી મેળવી હોસ્પિટલનો આઈકાર્ડ બતાવી રજિસ્ટ્રેશન પેટે ૧૦ હજાર ભરાવી ધી બોર્ડ ઓપ નેફ્રોલોજી એક્ઝામીન વીથનેશનલ કિડની ફેડરેશન સર્ટિફિકેટ મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ખાતામાં બે કરોડ આવશે કહી ટ્રાન્સફર ફી પેટે રૂપિયા ૩૫ હજાર પડાવ્યા હતા.