સુરત શહેરના વેસુ ખાતે ખેલ ઘર સ્પોર્ટસ અરેનાનો મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ થયો હતો.
અહીં ક્રિકેટ અને બેડમિન્ટન તેમજ અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળશે. ખેલાડીઓ માટે અહીં એક મલ્ટી સ્પોર્ટ્સ ફેસીલીટી છે આર્ટિફિશિયલ ગ્રાસ ટર્ફ છે તથા ફૂટબોલ ક્રિકેટ અને અન્ય ગ્રાઉન્ડની રમત રમી શકાય છે. આંતરરાષ્ટ્રીય લેવલના 6 બેટમિન્ટન કોર્ટ બનાવવામાં આવ્યા છે.
આજરોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્થળે સ્પોર્ટ્સ રમતના તમામ સાધનો મૂકવામાં આવ્યા છે. જેના થકી અંતરાષ્ટ્રીય રમતમાં સુરતના ખેલાડીઓ તૈયાર થઈ શકશે.
સુરતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી સુરતના ખેલાડીઓ જઈ શકે અને ક્રિકેટ તેમજ બેડમિન્ટનને પ્રોત્સાહન મળી રહે તેવો પ્રયાસ સુરતના આંગણે કરવામાં આવ્યો છે.