સુરતના આંગણે રૂડો અવસર જોવા મળ્યો જેમાં ગુજરાત વિકાસ સમિતિ દ્વારા ન્યુ રિંગ રોડ સર્કલ, કોસમાડા ગામ વેડિંગ પેલેસ અને SBL લોન્ચ ખાતે 22મા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન થયું હતું આ રૂડા અવસરમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા એટલુંજ નહિ આ દીકરીઓને ભણાવવા માટે જ્યારે દત્તક લેવાઈ તે વાત ખુબજ પ્રેરક બની રહી.
સમૂહલગ્નમાં જોડાયેલી 51 દીકરીમાંથી 35 દિકરીઓ એવી છે કે જેઓએ પિતાની છત્રછાયા નથી.
51 દીકરીના કન્યાદાન સાથે વિધવા માતાઓની 51 દીકરીઓને શૈક્ષિણક રીતે સદ્ધર કરવા વિદ્યાદાનના ભાગરૂપે દત્તક લેવાઇ હતી સાથેજ રક્તદાન એ મહાદાન સૂત્ર અંતર્ગત બ્લડ કેમ્પનું પણ આયોજન થયું હતું.
ગુજરાત વિકાસ સમિતિ દ્વારા 22 વર્ષ પહેલાથી સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી હવે આ વર્ષથી દીકરી દત્તક યોજના ચાલુ કરી છે. જેમાં 1100 દીકરીઓને દત્તક લેવાનો લક્ષ્યાંક છે.
સમૂહ લગ્ન બાદ સંસ્થા દ્વારા દીકરીને સારી શિખામણ પણ અપાઇ હતી જેમાં સુખી દાંમ્પત્ય માટે એક બીજા પર વિશ્વાસ રાખજો, કોઈ ત્રીજી વ્યક્તિ તમારા વિશ્વાસને ભંગ કરે એટલો તકલાદી તમારો પ્રેમ ન હોવો જોઈએ, દીકરી સાસરે સાસુ સસરાના માતા પિતાના દર્શન કરે, હરો ફરો અને ભલે ફેશન પણ કરો પરંતુ આપણી વૈદિક સંસ્કૃતિને ક્યારેય ન ભૂલતા. દેશનું અહિત થાય એવું કોઈ કામ કરશો નહિ અને સંતાનોને અંગ્રેજી શિક્ષણ ભલે આપો પણ ઘરમાં આપણી માતૃભાષા ગુજરાતી ક્યારેય છોડવાની નથી.
આમ,સંસ્થાએ માવતરની ભૂમિકા ભજવી ભારે હૈયે વિદાય આપી હતી.