સુરત શહેરના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર પાસે રમતી અઢી વર્ષની માસુમ બાળકી ગુમ થઇ ગઈ છે.બાળકીને શોધવા માટે પોલીસ દોડતી થઇ ગઈ છે.છેલ્લા 48 કલાકમાં સુરત પોલીસ DCB સહિતના 100 જવાનોએ બાળકીને શોધવા માટે રાત-દિવસ એક કરી નાખ્યા છે.આ માસુમ બાળકી રમતા રમતા અચાનક ક્યાં જતી રહી છે કે અથવા તેનું અપહરણ થયું છે તેની તેના પરિવારને અને પોલીસને પણ ચિંતા છે.
પાંડેસરાના PSI એ જણાવ્યું છે કે આ ઘટના દિવાળીની રાતના થયેલ છે.માસુમ બાળકીના પિતા એક મિલમાં મજૂરી કામ કરે છે.તેમની બે બાળકી છે.એમાં આ મોટી દીકરી છે.દિવાળીના રાતના ઘર પાસે રમતી આ માસુમ દીકરી અચાનક ગુમ થઇ છે.ઘરની આસપાસમાં ઝાડી જંગલ છે.સુરત પોલીસ ફૂલ મહેનત સાથે બાળકીને શોધી રહી છે.
આસપાસના CCTV કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે.
બાળકીના ઘરની આજુબાજુના કેમેરા પણ ચેક કરવામાં આવ્યા છે.પાક્કું વિશ્વાશ છે કે દીકરીને શોધી નાકીશું.PCB, DCB સહિતના ટિમો દિવાળી તહેવાર મૂકીને બાળકીને શોધવા માટે કામે લાગી ગઈ છે.100 થી વધુ પોલીસ જવાનો દીકરીનો ફોટો લઇ ગલી ગલીએ ફરી રહ્યા છે.બસ અન્ય લોકો પણ બાળકીને શોધવા માટે અને શ્રમજીવી પરિવારની મદદ માટે આગળ આવે અને કોઈ પ્રકારની માહિતી મળે તો પોલીસને જાણ કરો તેવી વિનંતી છે.