સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નવી બની રહેલી પ્લેડિયમ રેસિડેન્સીમાં 14મા માળે લિફ્ટથી કામગીરી દરમિયાન નીચે પટકાતા બે કારીગરોના નીચે પટકાતા મોત થઇ ગયા છે.
આ રેસીડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતુ ત્યારે આ ઘટના બની હતી.
મૃતકોમાં આકાશ બોરસે અને નિલેશ પાટીલનો સમાવેશ થાય છે. બંને મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે. લિફ્ટના ભાગમાં કામદાર કામ કરવા ગયા હતા. સ્ટુલ પર ઉભો રહી એક કામદાર કામ કરી રહ્યો હતો. બીજો કામદાર તેની સાથે હતો. એક કામદારનું બેલેન્સ બગડતા તેને નીચે પડતા અટકાવવા બીજો બચાવવા ગયો ત્યારે બન્ને લિફ્ટની ગેલેરીમાં 14 માં માળેથી પટકાયા હતા.