સુરતના બારડોલી વિસ્તારમાં ભાઈબીજના તહેવારના દિવસે તાપી નદીમાં નહાવા પડેલા બે ભાઈઓ ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.આ બન્ને ભાઈઓ ગોડાદરા વિસ્તારના છે.ભાઈ-બીજના તહેવારના દિવસે વાઘેચા તાપી નદીના કિનારે મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા તે જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોએ થોડા કલાકમાં જ એક યુવાનના મૃતદેહને નદીના પેટાળમાંથી શોધી કાઢ્યો હતો.જયારે બીજા યુવાનના મૃતદેહ ન મળતા આજે સવારથી શોધખોળ શરુ કરી હતી.
બારડોલી મંદિર દર્શન કરવા ગયા હતા ભાઈઓ
બારડોલી ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના બપોરનીઓ બનેલી છે અને ફાયર વિભાગને જાણ સાંજના કરાઈ હતી.6 જેટલા યુવાનો મંદિરે દર્શન કરવા આવ્યા હતા.દર્શન કર્યા બાદ તેઓ નહાવા માટે નદીમાં પડ્યા હતા.નહાતા દરમિયાન એક ભાઈ નદીમાં ડૂબી જતા બીજો ભાઈ તેને બચાવવા માટે ગયો હતો.પણ તાપી નદીના 15 થી 20 ફૂટ ઊંડો પાણી હોવાથી બંને ભાઈઓ તણાઈ ગયા હતા.જ્યારે એક ભાઇનો મૃતદેહ સ્થાનિક લોકોએ નદીમાંથી બહાર કાઢી લીધો હતો.અને બીજા ભાઈને શોધવાની ફાયર જવાનો દ્વારા શરુ કરી હતી.
પોલીસ તાપસમાં જાણવા મળ્યું છે કે જે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો તેનું નામ સુબેદાર મિશ્રા છે.જ્યારે સુનિલ ઉર્ફે છોટુ મિશ્રા ગોડાદરાના રહેવાસી હોવાનું જણાય છે.બંને ભાઈઓના પિતાએ જણાવ્યું હતું કે વાઘેચા મંદિર પાસેની નદીમાં બંને ભાઈઓ ડૂબી ગયા છે.દર્શન માટે ગયેલા 6 ભાઈઓમાં 3 નાના બાળકો પણ હતા.આ ઘટના થઇ બાદ તેઓને ઘરે જાણ કરી હતી.આમાંથી સુનિલ,વિકાસ,અને યશ ત્રણ 18-19 વર્ષના હતા.નદીમાં તણાઈ ગયેલા બંને ભાઈઓ કાપડ માર્કેટમાં ભાઈઓ સાથે કામ શીખી રહ્યા હતા.
વધુમાં જાણવા માંડ્યું છે કે સુનીલના પિતા ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારી છે.તેઓ 5 સંતાનોના પિતા છે.જેમાં સુનિલ ચોથા નંબરનો દીકરો હતો. તેઓ મૂળ યુપીના રહેવાસી છે.જ્યારે વિકાસને ત્રણ ભાઈઓ છે, પિતા કાપડ માર્કેટમાં પાર્સલ કોન્ટ્રાકટર છે.સુનિલ નામના યુવકને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. મોડી સાંજ સુધી કોઈ પતો ન લાગતા આખરે આજે સવારથી જ ફાયરના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના પેટાળમાં ગુમ યુવક સુનીલને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે.