સુરતમાં શાકભાજીના કેરેટમાં સંતાડીને થઈ રહેલી દારૂની હેરાફેરી સુરત ક્રાઈમની ટીમે બાતમીના આધારે પકડી પાડી છે.
શાકભાજી ના ટેમ્પોમાં તપાસ નહિ થતી હોવાથી જાહેરમાં પણ આસાનીથી દારૂ લઈ જવાતો હોય બુટલેગરો એ આ કીમિયો અજમાવ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે જહાંગીરપુરા રાંદેર રોડ પાસે આવેલા રાજગ્રીન હાઈટ પાસેથી એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો.
પોલીસે ટેમ્પામાં તપાસ કરતા શાકભાજીના કેરેટની આડમાં સંતાડેલો 2.7 લાખની કિમતનો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂની હેરાફેરી કરનાર ટેમ્પો ચાલક આસિફ નાદર શા (ફકીર) (ઉ.22) અને ક્લીનર કિશોર ઉર્ફે કે.સી. મોહનભાઈ પરમાર (ઉ.23)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે 2.74 લાખની કિમતનો દારૂનો જથ્થો 5,500ની કિમંતના 2 મોબાઈલ ફોન,તેમજ 5 લાખની કિમતનો ટેમ્પો મળી કુલ 7.80 લાખની મત્તા કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.