સુરત: સુરતમાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે. જીહા એક ગ્રુપની 3 કંપનીઓના 1800 કરોડના બેનામી વ્યવહારો ઝડપી પાડયા છે. હીરા અને રીઅલ એસ્ટેટ સાથે આ ત્રણેય કંપનીઓ સંકળાયેલી છે. હીરાની પેઢી કે સ્ટાર કંપનીના એક હજાર કરોડ છે.
રીઅલ એસ્ટેટ સાથે સંકાળાયેલી માન સરોવર કંપનીના 600 કરોડ કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા રઉફના 190 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. IT દ્વારા આર્થીક વ્યવહારોનું એસએસમેન્ટ કરાશે. ક્ષતિ જણાશે તો ટેકસ ડિમાન્ડની નોટિસ કાઢવામાં આવશે.