સુરત ઉધના ખાતે આવેલા ભાજપના કમલમ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશ્ચર્યની વાત એ છે કે, વોર્ડ નંબર 3 ના આપના ઉપપ્રમુખ હોવાની વાત બહાર આવી છે. શૈલેશ ગજ્જર ભાજપમાં જોડાયા હતા. જે પોતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના ઉપપ્રમુખ હોવાનો દાવો કર્યો હતો. જોકે, આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 3 ના હોદ્દેદારોની લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં શૈલેશ ગજ્જર કોઈ હોદ્દા પર ન હોવાનું જણાઈ આવતા ભાજપે કરેલા દાવા ઉપર આપે પ્રશ્નો ઊભા કર્યા હતાં.
ભાજપમાં જોડાનારે દાવો કર્યો
શૈલેશ ગજેરાએ મંચ ઉપર પોતે આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ હોવાનો જણાવ્યું હતું. શૈલેષ ગજેરા જણાવ્યું કે હું વોર્ડ નંબર ત્રણનો ઉપપ્રમુખ છું અને મારા સાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેશ પહેર્યો છે. કમલમ કાર્યાલય ખાતે જ 300 થી 400 કાર્યકર્તા ભાજપમાં જોડાયા હોવાનો દાવો ભાજપ તરફથી કરવામાં આવ્યો હતો. ભાજપના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
આપમાંથી ભાજપમાં જોડાયા-શહેર ભાજપ પ્રમુખ
સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે જેમાં તેમણે વોર્ડ નંબર 3 ના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શૈલેષ ગજેરા ભાજપમાં જોડાયા હોવાની વાત કરી હતી. આમ આદમી પાર્ટી છોડીને શૈલેષ ગજેરા આજે ભાજપમાં જોડાયા હોવાનો દાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો.
આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, શૈલેષ ગજેરા અમારા વોર્ડ નંબર 3ના ઉપપ્રમુખ નથી.વોર્ડ નંબર 3ના હોદ્દેદારોની યાદી પણ મીડિયા સમક્ષ મૂકી જાહેર કરી છે. આપે પડકાર ફેંક્યો હતો કે, શૈલેષ ગજેરા પાસેથી આમ આદમી પાર્ટીના સભ્ય પદની રસીદ જાહેર કરવામાં આવે. ભાજપ ખોટી રીતે આપના વોર્ડ નંબર 3 ના ઉપપ્રમુખ તરીકે જાહેર કરીને મીડિયામાં ખોટો પ્રચાર કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો વાતમાં તથ્ય હોય તો ભાજપે શૈલેષ ગજેરા સહિત આમ આદમી પાર્ટીના કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે. તેમની લિસ્ટ પણ જાહેર કરવી જોઇએ.