સુરત ના કામરેજ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ માથાભારે ફેનીલ નામના યુવકે ગ્રિષ્મા નામની યુવતી નું ગળું કાપી હત્યા કરી નાખતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઇ છે અને હત્યારા સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી છે ત્યારે હવે હત્યારા નો ગુનાહિત ભૂતકાળ સામે આવી રહ્યો છે.
ફેનિલ ગોયાણી સુરતના વેલન્જા વિસ્તારમાં સ્મોકિંગ ઝોન અને ગેરકાયદે કપલ બોક્સ કાફે ચલાવતો હોવાનું ખુલ્યુ છે. કોલેજ માં છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. કોલેજ કેમ્પસમાં હથિયારો લઈને દાદાગીરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી અને તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું.
હત્યા નો ભોગ બનનાર યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું કહેવાય છે.
ફેનીલ ગોયાણી કોલેજ માં જતો ન હતો અને કેમ્પસ માં પડયો રહેતો હતો તે ગેરકાયદેસર કપલ બોક્સ ચલાવતો હતો અને કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચાલતું હોવાની વાત છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો. સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતા હતા.જેમાં મોટો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો.
આમ હત્યારા નો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો હોય તપાસ થાય તો ગેરકાયદે ધંધા માં અન્ય નામો ખૂલવાની શકયતા છે.