પોલીસ પ્રજાની સુરક્ષા માટે છે પણ રક્ષક જ ભક્ષક બને તો? ગુજરાતમાં એક પછી એક પોલીસના વિવાદ સામે આવી રહ્યા છે. સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે.
ગુજરાત પોલીસ ધીરે ધીરે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે. એક પછી એક પોલીસના વિવાદ સામે આવી રહ્યા છે. PSI શ્વેતા જાડેજા અને PI રાઠોડનો તોડકાંડ સામે આવ્યો છે ત્યારે સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે. સુરતમાં ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી સામે શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરી છે. ત્યારે હવે સુરત પોલીસ ગ્લોબલ ગજેરા સ્કુલ ના ટ્રસ્ટી ચુની ગજેરાના વ્હારે આવી હોવાનું લાગી રહ્યું છે.
પોલીસે છેડતી કેસ મામલે પ્રેસ વાર્તા કરી પરંતુ તેમા ચુની ગજેરાનું નામ પણ ન જણાવ્યું. ફરિયાદમાં ચુની ગજેરાનું નામ હોવા છતા પણ પોલીસે સ્કૂલ અને ટ્રસ્ટીનું નામ જણાવ્યું નહીં. ચુની ગજેરા પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાના ભાઇ પણ છે. જેને લઇ પોલીસ રાજકીય દબાણ ને વસ થઈ ને પૂર્વ ધારાસભ્ય ના ભાઈ ને કેવી રીતે બચાવવો તેના માટે કામે લાગી ગઈ છે.