મહિધરપુરામાં એક હીરા વેપારી પર બે ઇસમોએ ચપ્પુ વડે હુમલો કરી રોકડા રૂપિયા ૩.૫૦ લાખની લુટ કરી ફરાર થઇ ગયા હતા તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ થયેલા વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે

વરાછા ખાતે આવેલી અંબિકા વિજય શક્તિ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ લાભુભાઈ લુખી હીરા વેપારી છે ગતરોજ તેઓ બેલ્જીયમ સ્કેવેરની બાજુમાં આવેલ કુબેરજી માર્કેટની આગળ રોડ ઉપર ઉભા હતા તે વેળાએ બાઈક પર બે ઈસમો તેઓની પાસે આવ્યા હતા અને હીરા વેપારી કાઈ સમજે તે પહેલા તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને તેઓની પાસે રહેલા રોકડા રૂપિયા સાડા ત્રણ લાખની લુટ કરી ફરાર થઇ ગયા હતા જાહેર રોડ પર લુટની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હીરા વેપારી હાલ સારવાર હેઠળ છે અને તેઓની હાલત સુધારા પર છે