સુરત માં સરા જાહેર છોકરી ની છેડતી કરી રહેલા ટપોરી ને તેમ નહિ કરવા વૃદ્ધએ ટપારતા ટપોરી એ ફિલ્મી ઢબે વૃદ્ધ ની હત્યા કરી નાખી હતી. પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો આપવા જતા પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર ટપોરી એ હિંસક હુમલો કરી વૃદ્ધને 20થી વધુ ઘા મારી હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા હાલ તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત દીકરાએ કહ્યું હતું કે, ટપોરી પશુ ની જેમ ઘા કરી રહ્યો હતો, હજી સુધી સુરત પોલીસ પણ તેમને પકડી શકી નથી આવા ટપોરીઓને પોલીસ ની કોઈ ધાક નહિ હોવાથી બેફામ બની ગયા છે.
આ ઘટના લગભગ મોડી સાંજના 7:30 વાગ્યાના અરસામાં બની હતી જેમાં મૂળ મહારાષ્ટ્ર ના વતની અને સુરત માં સ્થાયી થયેલા શિવાભાઈ ભોજુભાઈ નિકમ અને તેમના પુત્ર યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામીજીકતત્વો તે જગ્યા એ એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા ટપોરીઓ વિફર્યા હતા અને ત્રણેયને લાફા મારી પિતા-પુત્રને ઉપરા ઉપરી ચપ્પુ ના ઘા મરાયા હતા.
નજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને 20થી વધુ ઘા મરાતા સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના પુત્રને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.