સુરત માં દારૂ ની રેલમછેલ ચાલે છે અને બુટલેગરો બિન્દાસ વેપાર કરી રહ્યા છે આ બધા વચ્ચે પલસાણા પોલીસે દારૂ ભરેલી કારને અટકાવવા જતા ચાલકે કાર ભગાડી મુકતા પલસાણા પોલીસે સચિન પોલીસને જાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ સચિન હોજીવાલા પોલીસ કોન્સ્ટેબલ રામ ખોડીયાતરા અને અન્ય પોલીસકર્મી મયુરદાન ગઢવીએ કાર રોકવાની કોશિશ કરતા બુટલેગરે પોલીસકર્મીઓ ઉપર કાર ચડાવી દેતા પોલીસ કર્મીઓ પૈકી મયુરદાન ગઢવીને ગંભીર ઈજાઓ જયારે ડી સ્ટાફના રામ ખોડીયાતરાને હાથ-પગમાં સામાન્ય ઈજાઓ થઈ છે. કારમાં સવાર બુટલેગર સલીમ અનવર ફ્રુટવાલા અને ઝુબેર પૈકી સલીમ ફ્રુટવાલા ને પોલીસે ઝડપી લીધો હતો જયારે ઝુબેર ફરાર થઈ ગયો હતો. કાર ની તલાશી લેતા
કારમાંથી 2.19 લાખોની કિંમતનો વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ દારૂ નવસારીના સંજયએ આપ્યો હોવાનું ખુલ્યું હતું. ગંભીર ઇજા પામેલ પોલીસકર્મી મયુરદાન ગઢવી સચીન પોલીસમાં અગાઉ ફરજ બજાવતો હતો પણ થોડા સમય પહેલા તેની એરપોર્ટમાં બદલી થઈ છે અને એરપોર્ટમાં શનિવારે મયુરદાનની રજા હોવાથી મિત્રને મળવા સચીન આવ્યો હતો અને ઓફ ડ્યુટી પોતાના મિત્ર સાથેજ હતો ત્યારે આ બનાવ બન્યો હતો અંગે સચીન પોલીસે હત્યાની કોશિશ અને પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
Saturday, May 18