નેતાઓ પણ કમાલ કરી રહ્યા છે અને સુરત માં માત્ર પાંચ ચોપડી ભણેલા ધારાસભ્ય એ કોરોના ના દર્દી ને રેમડેસિવિરનું ઇન્જેક્શન ઠપકારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.
એક તરફ કોરોના માં દર્દીઓ નો મરો થઈ રહ્યો છે અને આ બધા વચ્ચે સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા એ કોરોના ના દર્દીને ઇન્જેક્શન આપી તેમની દ્રષ્ટિએ સેવા નું કામ ગણાવ્યું પણ અન્ય લોકો માં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સુરત ના સરથાણા ખાતે આવેલા એક આઇસોલેશન સેન્ટર માં પહોંચી ગયેલા ધારાસભ્ય એ દર્દીને જાતે જ રેમડેસિવિરનું ઇન્જેક્શન આપતા ભારે હોબાળો થઈ ગયો છે અને લોકો માં ભાજપના આ નેતા મજાક બન્યા છે. ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા ધોરણ 5 સુધી જ ભણેલા છે જેઓ એ આ હરકત કરતા ભારે ચર્ચા ઉઠી છે.
સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશ સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે તેઓ ને કદાચ લાગ્યું હશે કે તે સારૂ કામ કરી રહ્યા છે પણ કોરોના ની ગંભીરતા જોતા પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે તે વાત પણ અતિ ગંભીર છે કારણ કે તે સ્થળે તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે દર્દી ને ઇન્જેક્શન આપવાની ભૂલ કરી હતી.
જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે પ્રકારે હસતા ઉભા રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે આ તમામ પ્રક્રિયા મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન કરાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે.
આ ઘટના એ રાજ્ય ભર માં ભારે ચર્ચા જગાવી છે.