સુરત માં હવે ભાજપ ના આંતરીક ડખ્ખા બહાર આવી રહ્યા છે અને ભાજપ ના કાર્યકર એવા નિતેશ વાનાણી ની ધરપકડ થતાભારે ચકચાર મચી ગઈ છે.
સુરત શહેર ભાજપ પ્રમુખના ઇશારે ધરપકડ કરાઈ થઈ હોવાના આક્ષેપથી ભાજપ માં બે ફાંટા પડી ગયા છે.શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને લઈને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના 6 વોર્ડ પ્રમુખો અને 4 મહામંત્રીઓએ રાજીનામા આપવા સુધી વાત પહોંચી જતા હવે ભાજપ માં આંતરિક વિખવાદ ચરમસીમા એ પહોંચી ગયો છે.
નિતેશ વાનાણી ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા માટે ખૂબ જ સક્રિય રીતે કામ કરે છે અને છેલ્લા થોડા દિવસથી તેણે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરા વિશે કેટલીક પોસ્ટ કરતા વિવાદ થયો હતો. જેને લઇને સાયબર ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઈશારે જ નિતેશ વાનાણી ધરપકડ કરી હોવાનો આક્ષેપ ભાજપના વિવિધ બોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરત ના વરાછા મીની બજાર ખાતે ભાજપના વોર્ડ નંબર 2, 3, 4 અને 6 હોદ્દેદારો એકત્રિત થઈને શહેર પ્રમુખની સામે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરો માં ચાલતી ચર્ચા મુજબ નિતેશ વાનાણી ભારતીય જનતા પાર્ટી માટે સોશિયલ મીડિયા ઉપર કામ કરે છે અને સુંદર કામગીરી ને લઈઅમિત શાહે પણ નોંધ લઈ કામગીરી બિરદાવી હતી આવા સંનિષ્ઠ કાર્યકર્તાઓની ધરપકડ થતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Sunday, May 19