સુરત ના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી અને અમરોલીમાં રહેતી તેની 21 વર્ષીય યુવતી વચ્ચે સજાતિય પ્રેમ થતા બંને અગાઉ કલકત્તા ભાગી ગયા હતા બાદ માં પરત આવી ગયા બાદ બીજીવાર પણ અમરોલી માં સજોડે રહેવા લાગતા પરિવાર ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરત ના કતારગામ વિસ્તારમાં રહેતી મૂળ નેપાળી પરિવાર ની 15 વર્ષીય અવની કે જે પોતાના ફેમિલી સાથે વાપીમાં રહેતી હતી ત્યારે ત્યાં એક હોટલમાં કામ કરતી 21 વર્ષ ની યુવતી નતાશા હાલ રહે.અમરોલી, મૂળ રહે. પશ્ચિમ બંગાળ)સાથે નોકરી દરમિયાન દોસ્તી થઈ હતી પરંતુ લોકડાઉન દરમિયાન હોટલ બંધ થઇ જતા પરિવાર સુરત આવી ગયો હતો.
દરમિયાન 10 દિવસ અગાઉ 15 વર્ષીય અવની ગુમ થઈ ગઈ હતી, તેથી તેના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અવની પાસે ફોન હતો, તેથી પોલીસે તેના ફોનના આધારે તપાસ કરતાં તેનું લોકેશન અમરોલી માં આવતું હતું અને એક નંબર પર સતત વાત કરતી હોય એવું ટ્રેસ થતા પોલીસે ત્રણ દિવસ સુધી અમરોલી આવાસમાં તપાસ કરતા તે વાપી હોટલ માં સાથે નોકરી કરતી તેની ખાસ ફ્રેન્ડ નતાશા પાસે થી મળી આવતા બંને વચ્ચે સજાતિય સબંધો નો ભાંડો ફૂટ્યો હતો.
બંનેને પોલીસ સ્ટેશને લાવ્યા ત્યારે નતાશા એ પોલીસને કહ્યું હતું કે અવની તેની પ્રેમિકા છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. બંનેએ જણાવ્યું હતું કે તેમણે સજાતિય શરીર સંબંધ પણ બાંધ્યો હતો,પોલીસ તપાસ દરમ્યાન બહાર આવેલી વિગતો માં બે મહિના પહેલાં પણ વાપીમાંથી પણ બન્ને કોલકાતા ભાગી ગયા હતા અને બાદમાં પખવાડિયા પછી પરત આવી હતી અને ફરી આવી ઘટના બનતાં પરિવારજનોએ આખરે પોલીસ ફરિયાદ કરી હતી.
આમ આ કિસ્સો સુરત માં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.