સુરતના વરાછા વિસ્તારમાં એક નરાધમ યુવાને યુવતીના કપડા ખેચી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ બનાવ અંગે યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ વરાછા પોલીસ મથકમાં નરાધમ યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
વરાછામાં રહેતી એક યુવતીને રાકેશ જીજાંળા નામનો ઇસમ પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો જેમાં ગતરોજ નરાધમ યુવાને હદ વટાવી યુવતીનો હાથ પકડી લીધો હતો પરંતુ યુવતી તાબે ન થતા તેના કપડા ફાડી લાજ લેવાની કોશિશ કરી હતી આ બનાવ બાદ યુવતીએ સમગ્ર બનાવની જાણ પોતાના પરિવારજનોને કરી હતી જેથી પરિવારજનોએ નરાધમ યુવાન રાકેશ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેઓની ફરિયાદના આધારે પોલીસે નરાધમ યુવાન સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે