સુરતથી શારજાહ જતી ફ્લાઈટને સોમવારે મોડીરાત્રે મુશ્કેલી નડી હતી. ટેક ઓફ કર્યા પછી દસ જ મિનિટમાં ફ્લાઈટને ફરી લેન્ડિંગ કરવા માટેની ફરજ પડી હતી. ત્યારબાદ ફ્લાઈટ મંગળવારે વહેલી સવારે ઉપાડવી પડી હતી.
બન્યું એવું હતું કે, સુરતથી શારજાહ જતી એરઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ 140 પેસેન્જર સાથે મોડીરાત્રે ટેક ઓફ કરાઈ હતી. ત્યારબાદ પાઈલટને ફ્લાઈટની પાંખમાં વાઈબ્રેશન વધારે અનુભવાયું હતું. એટલે, વિમાનમાં કોઈ મોટી ટેકનિકલ ખામી ઉભી થાય તે પહેલાં પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલર સાથે વાત કરીને ફરીથી લેન્ડિંગ માટેની પરમિશન લીધી હતી. ફ્લાઈટને ફરી જમીન ઉપર લવાય હતી. ત્યારબાદ મુંબઈથી ટેકનિકલ સ્ટાફને તેડાવાયો હતો. તેમણે ફ્લાઈટને વહેલી સવાર સુધી ચેક કરાઈ હતી. સવારે સાડાપાંચ વાગ્યે ફ્લાઈટને ઉપાડવામાં આવી હતી. પાયલોટનો ફરી લેન્ડીંગ કરવાનો નિર્ણય કામ કરી ગયો હતો.
