માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
સુરત : પગાર વધારો ,સમાન વેતન – સમાન હક તેમજ ચૌદ જેટલી પડતર માંગણીઓ ને લઇ સુરત સહિત સમગ્ર ગુજરાતના 108 સેવાના કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.જેના કારણે 29 જેટલા જિલ્લાઓમાં 108 સેવાના પૈડાં થંભી જતા દર્દીઓને પણ હાલાકી પડી રહી છે.આજ રોજ 108 સેવાના કર્મચારીઓએ મોટી સંખ્યામાં હાજર રહી ચોક બજાર ખાતે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો.માંગણીઓ નહીં સ્વીકારવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી..જીવીકે કંપની અને સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલ બાંહેધરી ને લોલીપોપ સમાન ગણાવી અનોખો રીતે વિરોધ પણ કર્મચારીઓ દ્વારા નોંધાવવામાં આવ્યો હતો..
– પગાર વધારા અને પડતર માંગણીઓને લઈ 108
સેવાના કર્મચારીઓની હડતાળ.
– અચોક્કસ મુદ્દતની હડતાળ ના પગલે અસંખ્ય 108
સેવાના પૈડાં થંભી ગયા.
– સુરત સહિત ગુજરતના અનેક જિલ્લાના કર્મચારીઓ
જોડાયા હડતાળ માં .
– હડતાળના પગલે દર્દીઓની હાલત કફોડી.
– જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી
હડતાળ યથાવત રાખવાની ચીમકી.
સુરત અને સમગ્ર રાજ્યના 108 સેવાના કર્મચારીઓની છેલ્લા લાંબા સમયથી પડતર માંગણીઓ ચાલી આવી છે.પગાર વધારો,છૂટા કરાયેલ કર્મચારીઓને પરત લેવા,તેમજ ઓવર ટાઈમ કરાવવામાં આવતું કામનું વેતન આપવું જેવી ચૌદ જેટલી માંગણીઓ 108 સેવાના કર્મચારીઓએ જીવીકે કંપની અને રાજ્ય સરકારને કરી છે.જો કે હજી સુધી નિરાકરણ નહીં આવતા દસ દીવસ સુધી ફરજ પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યા બાદ ફરી હડતાળનું શસ્ત્ર ઉગામવા કર્મચારીઓ મજબુર બન્યા છે.જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે.અલગ અલગ કુલ 29 જિલ્લાના 108 સેવાના કર્મચારીઓ આજ રોજ ચોક બજાર ખાતે ધરણા પર બેઠાં હતા.જ્યાં પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર અને જીવીકે કંપનીના અધિકારીઓ સામે સુત્રોચાર કર્યા હતા.હડતાળ દરમ્યાન પોલીસ ધરપકડ પણ કરશે,તો જેલભરો આંદોલનના રસ્તે વિરોધ ઉઠાવત રાખવાની ચીમકી પણ 108 સેવાના કર્મચારીઓએ ઉચ્ચારી છે.પરંતુ 108 સેવાના કર્મચારીઓ અને જીવીકે કંપની વચ્ચે ની લડાઈમાં સામાન્ય માણસોનો મરો થઈ રહ્યો છે તે વાત ચોક્કસ સામે આવી છે.સરકાર આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવે તો દર્દીઓને પડતી હાલાકી પણ રોકી શકાય તેમ છે.