સુરતમાં મધરાત્રે દારૂપી ઘરે આવેલ યુવાન દાદર ઉપરથી પટકાતા થયું મોત ! પરિવારમાં શોકનો માહોલ
તેલંગણાનો વતની યુવક માતા અને ભાઈ સાથે રહેતો હતો.
લિંબાયત શંકર નગરમાં નવા વર્ષની મધરાત્રે દારૂ પી દાદર પરથી પટકાયેલા યુવાનનું સિવિલમાં સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.નાનાભાઈ એ મારામારીની વાર્તા કરતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. જોકે મરનાર ચંદુ કોટા દારૂનો બંધાણી હોવાનું બહાર આવતા પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસ હાથ ધરી છે.
વમશી કોટા (મૃતકનો નાનોભાઈ) એ જણાવ્યું હતું કે, ચંદુ કાપડની દુકાનમાં કામ કરતો હતો. 4 દિવસ નોકરી કરી 10 દિવસ આરામ કરવાની ખરાબ આદત હતી. ગુરુવારના રોજ નવા વર્ષની ઉજવણીમાં ચિકાર દારૂ પી ચંદુ મધરાત્રે 3 વાગે ઘરે આવ્યો હતો. દરવાજો ન ખોલતાં દરવાજા ખખડાવવામાં એ દાદર પરથી નીચે પટકાયો.
ઈજાગ્રસ્ત થયેલા ચંદુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબિબોએ ચંદુને મૃત જાહેર કર્યો હતો. ચંદુના ભાઈએ માર મારીની વાત કરી હોવાથી પોલીસે મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ મૂકાવ્યો છે.