હાવડા – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 34 કિલો ગાંજા સાથે 2 ની ધરપકડ. કુલ 3 લાખ 80 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા..
સુરત રેલવે પોલીસ નંદુરબારથી હાવડા – અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનને ચેક કરવા આવી રહી હતી. કોચ નં. A/2 ની શીટ નંબર 30 પર મુસાફરી કરી રહેલા બે વ્યક્તિઓ ગાંજાના જથ્થા સાથે તેજ ગતિએ જઈ રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુલ 3 લાખ 80 હજાર રૂપિયા રોકડા મળ્યા હતા..
પોલીસે બિપીન પરશુ પાલ 29 ધંધો. એમ્બ્રોડરી, રહે નુતન બહેરામપુરા પોસ્ટ મથુરા તા. ખલીકોટ, જિ. ગંજામ ઓડીસા અને અશોક સીમચાલ પહાન ( 20, ધંધો. લુમ્સ ખાતામાં કામ રહે – રહે – નુતન બહેરામપુરા પોસ્ટ મથુરા તા. ખલીકોટ, જિ. ગંજામ ઓડીસા, હાલ રહે – પીપોદરા જી. આઈ . ડી . સી કીમ ) પાસેથી બે મોટી બ્લ્યુ કલરની ટ્રોલી બેગો તથા એક બ્લ્યુ કલરનો સોલ્ડર બેગોમાં કુલ 33 કિલોગ્રામથી વધુ ગાંજો તથા મો.ફોન,ઘડિયાળ તથા રોકડા રૂપિયા તેમજ પેકીંગ મટીરીયલ્સ મળી કુલ કિ. રૂ. 3 લાખ 80 હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો..