સુરતના ગોડાદરામાં હવેથી બોદ્વ ધર્મીઓનો પણ ધમધમાટ જોવા મળવાનો છે. સત્તાવાર રીતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત બોદ્વ ધર્મના અનુયાયીઓને ઘર્મ પરિવર્તન કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખુદ સુરત કલેક્ટર આ કાર્યક્રમમાં હાજર રહેશે, જે નવાઈ પમાડે તેવી વાત છે.
વિગતો મુજબ આજથી પાંચ વર્ષ પહેલા હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે સુરતના તત્કાલિન કલેકટરની મંજૂરી મેળવવવા માટે અરજી કરવામાં આવી હતી. અરજીની તમામ તરતપાસ બાદ 432 લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલે મંજૂરી આપી છે. જેના પગલે આજે એક કાર્યક્રમમાં 432 હિન્દુ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે.
વિગતો મુજબ પાંચ વર્ષ પહેલા કરાયેલી અરજીનો નિકાલ હવે કરવામાં વ્યો છે. તપાસમાં જણાવાયું છે કે ધર્મ પરિવર્તન કરી રહેલા લોકો કોઈના પણ દાબ-દબાણ કે લોભ-લાલચ વિના ઘર્મ પરિવર્તન કરી રહ્યા છે. વહીવટી પ્રક્રીયા પૂર્ણ કરી 432 લોકોને ઘર્મ પરિવર્તન કરવાની પરવાનગી આપવામાં આવી છે.