વર્ષ 2013માં 85.4 ઇંચ વરસાદ થયો, 2019માં શહેરમાં મોસમનો 67.24 ઇંચ વરસાદ સાથે 135 ટકા વરસાદ પડ્યો છે. ચાલુ સિઝનમાં 67 ઇંચ દેમાર વરસાદે છેલ્લા છ વર્ષનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે. શહેરમાં સરેરાશ 50 ઇંચ જેટલો વરસાદ પડે છે. વર્ષ 2013માં 85.4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
મેઘરાજાની ટી-ટ્વેન્ટી જેવી બેટિંગ રહી
મોન્સૂનના છેલ્લા ચાર માસમાં એક પછી એક બનેલી મોન્સૂન સિસ્ટમને પગલે મેઘરાજાની ટી-ટ્વેન્ટી જેવી બેટિંગ રહી હતી. જેને લઇ સિઝનનો 100 ટકા ક્વોટા તો એક મહિના જ પૂરો થઇ ગયો હતો. 2018માં મોસમનો 51.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે 15.50 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ચોમાસું સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહ બાદ વિદાય લે છે. પરંતુ ચાલુ સિઝનમાં સપ્ટેમ્બર માસ પૂર્ણ થયા છતાં હજુ મોન્સૂન સક્રિય છે. સોમવારે 17 મીમી વરસાદ શહેરમાં ખાબક્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.
2013 બાદ શહેરનો સૌથી વધુ વરસાદ
વર્ષ | વરસાદ |
2014 | 38.56 |
2015 | 44.44 |
2016 | 38.44 |
2017 | 52.6 |
2018 | 51.72 |
2019 | 67.24 |
છ વર્ષમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદ
વર્ષ | જૂન | જુલાઇ | ઓગસ્ટ | સપ્ટેમ્બર |
2014 | 1.63 | 21.89 | 6.96 | 7.61 |
2015 | 12.45 | 14.14 | 2.07 | 9.08 |
2016 | 4.41 | 14.37 | 8.81 | 5.16 |
2017 | 14.3 | 16.11 | 15.38 | 5.65 |
2018 | 8.04 | 30.47 | 8.44 | 4.35 |
2019 | 9.4 | 21.8 | 20.56 | 15.48 |
ઝોનવાઇઝ વરસાદ
ઝોન | વરસાદ |
સેન્ટ્રલ | 67.24 |
વરાછા-એ | 63.44 |
વરાછા-બી | 34.24 |
રાંદેર | 60.96 |
કતારગામ | 62.64 |
ઉધના | 60.28 |
લિંબાયત | 54.68 |
અઠવા | 60.36 |
ઉમરપાડામાં ગત વર્ષ કરતાં બમણો વરસાદ
તાલુકા | 2019 | 2018 | તફાવત | 30 સપ્ટે. |
બારડોલી | 60.1 | 50.8 | 10 | 0.2 |
ચોર્યાસી | 61.8 | 51.24 | 10 | 1.6 |
કામરેજ | 61.4 | 52.96 | 8.4 | 0.6 |
મહુવા | 78 | 55.44 | 22 | 0.5 |
માંડવી | 75 | 44.04 | 31 | 0.4 |
માંગરોળ | 118.5 | 57.08 | 61 | 0.2 |
ઓલપાડ | 63.8 | 41.12 | 22 | 0.8 |
પલસાણા | 69.5 | 48.52 | 21 | 0.7 |
ઉમરપાડા | 153 | 77.64 | 75 | 1.4 |