સુરતમાં અઠવાગેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી શિક્ષકોની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચસોથી વધુ શિક્ષકોએ રેલીમાં ભાગ લીધો હતો. 4200 ગ્રેડ પે, જૂની પેન્શન યોજનાનો અમલ, 7મા પગાર પંચનો સંપૂર્ણ લાભ સહિત 16 વિવિધ પડતર માંગણીઓ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો માંગ નહીં સંતોષાય તો શિક્ષકોએ 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી આપી છે.
શિક્ષકોએ સરકાર સામે ગરબા કર્યા
અઠવાલાઈન સ્થિત ચોપાટીથી નીકળેલી વિશાળ રેલીમાં શિક્ષકોએ હાથમાં બેનરો અને પ્લે-કાર્ડ લઈને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જો માંગ નહીં સંતોષાય તો શિક્ષકોએ 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી આપી છે. સુરતમાં રાષ્ટ્રીય શિક્ષક સંઘ સંયુક્ત મોરચાના નેજા હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા કલેક્ટર આઠવલીન ખાતે પહોંચી હતી. જ્યાં અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીમાં શિક્ષકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. શિક્ષકોએ ગરબા કરીને સરકાર સામે અનોખું પ્રદર્શન કર્યું હતું.