સચીન નજીકના વાંઝ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની સગીરા અભ્યાસ કરી રહી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ પરિચીત યુવાને ઘરમાં ઘુસી જઇ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. સચીન નજીકના વાંઝ ગામ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારની 13 વર્ષની સગીરાના માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા અને ગત રોજ સવારના 10 વાગ્યાના અરસામાં માસુમ ઘરે એકલી હતી અને અભ્યાસ કરી રહી હતી. ત્યારે પરિચીત ધર્મેશ રમણ રાઠોડ (ઉ.વ. 24 રહે. આહિર એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી ગયો હતો અને માસુમ સાથે અડપલા કર્યા હતા.
પરિચીત યુવાન ધર્મેશ અચાનક ઘરમાં ઘુસી જઇ આચરેલા કૃત્યથી માસુમ ડરી ગઇ હતી અને તેણે બુમાબુમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા. એકત્ર થયેલા પડોશીઓએ ધર્મેશને મેથીપાક આપ્યો હતો. જોકે આ અંગેની જાણ પોલીસને થાય અને પોલીસ આવે તે પહેલા ધર્મેશ ભાગી ગયો હતો. ઘટના અંગે માસુમની માતાએ સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.